ઓકટોબર ૨૦૨૩ના માસમાં વિવિધ ૧૨ દેશના કુલ ૪૩ વિદેશી મુલાકાતીઓ સહિત ૫૮૮૯ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી

હિન્દ ન્યુઝ, રાજકોટ ઓકટોબર ૨૦૨૩ના માસમાં વિવિધ ૧૨ દેશના કુલ ૪૩ વિદેશી મુલાકાતીઓ સહિત ૫૮૮૯ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી. મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં વિવિધ ૧૭ સ્કુલના ૧૬૦૦ બાળકોનો પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૮૩,૫૮૭ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. ઉપરાંત ઓકટોબર ૨૦૨૩નાં માસમાં ૦૨ ઓકટોબર ૨૦૨૩નાં “ગાંધી જયંતી” નીમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો. જેનો…

Read More

આગામી તા. ૨૩ નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ          ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ આગામી તા. ૨૩ નવેમ્બર એટલે કે કારતક સુદ અગિયારસથી થઈ રહ્યો છે. આગામી તા. ૨૭ નવેમ્બર સુધી લાખો યાત્રાળુ ગિરનારની પરિક્રમા કરશે તે સંદર્ભે આજે જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા અધિકારી અને વિવિધ કચેરીના વડાઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્ય, પરિવહન સહિત મુખ્ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.      ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવનાર પરિક્રમાથીઓ…

Read More

ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલમા વિજ્ઞાન મેળો યોજાયો 

હિન્દ ન્યુઝ, આનંદ       આણંદ જિલ્લાના ઓડ શહેર મા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આણંદ જીલ્લા શિક્ષણધિકારી કચેરી, આણંદના માર્ગદર્શન હેઠળ એસ.વી. એસ કક્ષાનુ ગણિત- વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૩-૨૦૨૪ નુ આયોજન કરવામા આવ્યું. જેનો મુખ્ય વિષય સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો. તારીખ- ૬/૧૧/૨૩ ના રોજ ઓડ સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કુલ માં સવારે ૧૧ કલાકે સાંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિજ્ઞાન મેળા નુ ઉદ્દઘાટન કરવામા આવ્યું.કાયકમની શરુયાત દીપ પ્રાગ્ટય કરી કરવામા આવી.સરદાર પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામા આવી.પ્રાર્થના,…

Read More