હિન્દ ન્યુઝ, રાજકોટ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા તથા આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. રાજેશ્રીબેન ડોડીયાએ સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના માનનીય મંત્રી અરવિંદભાઈ રૈયાણીની હાજરીમાં તા.૧૭-૧૦-૨૦૨૨ને સોમવારનાં રોજ બપોરે ૩:૦૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે આયુષ્યમાન કાર્ડ (PMJAY-MA) વિતરણ કાર્યક્રમ યોજાનાર છે, આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદીપ ડવ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ…
Read MoreDay: October 16, 2022
સાંતલપુર ના પીપરાળા નજીક પોલીસ કર્મીઓ ને નડ્યો અકસ્માત
હિન્દ ન્યુઝ, રાધનપુર પોલીસની ગાડી અને ડંફર ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત કચ્છ તરફ થી ડીસા મુખ્યમંત્રીના બંદોબસ્તમાં જઇ રહેલા પોલીસ કર્મીઓ ને નડ્યો અકસ્માત અકસ્માતમાં એક પીસઆઈ નું મોત એક ઇજાગ્રસ્ત કે.એફ .વસાવા પીએસઆઇ નું અકસ્માતમાં મોત પોલીસની ગાડીમાં ચાર પીએસઆઇ અન્ય એક મળી કુલ પાંચ લોકો હતા સવાર અકસ્માત ની ઘટનામાં એકનું મોત એક ઇજાગ્રસ્ત તો ત્રણ નો આબાદ થયો બચાવ. રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર
Read Moreપૂર્વ રાજ્યમંત્રી તારાચંદ જગશીભાઈ છેડાનો સ્મૃતિવિશેષ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ભુજ પૂર્વ રાજ્યમંત્રી જૈન સમાજ રત્ન અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડાના સ્મૃતિ વિશેષ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે હાજરી આપીને પરિવારને તામ્રપત્ર- સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું. આ સ્મૃતિ વિશેષ કાર્યક્રમ કવીઓ જૈન મહાજન ભુજ ખાતે યોજાયો હતો. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યે તારાચંદભાઈના સંસ્મરણોને યાદ કરીને કહ્યું હતું કે, તારાચંદભાઈ એવું વ્યક્તિત્વ છે જેમણે રાજકીય ક્ષેત્રને પણ સેવાનું ક્ષેત્ર બનાવ્યું હતું. મને મારા જીવનમાં સેવાકીય પ્રવૃતિઓ કરવા માટે તારાચંદભાઈના જીવનમાંથી પ્રેરણા મળી છે. તેઓ લોકોનું દુઃખ જોઈને દ્રવિત થઈ જતા એવા લાગણીશીલ વ્યક્તિ હતા. જનકલ્યાણનું કામ હોય, જરૂરિયાતમંદનું કામ હોય કે…
Read Moreદિવાળી તહેવાર અન્વયે ભુજ શહેરની અંદરના વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ભુજ આગામી દિવાળીના તહેવારો અન્વયે ભુજ શહેરના અંદરના વિસ્તારો જેવા કે જુની શાક માર્કેટ, તળાવ શેરી, વાણિયાવાડ નવી શાક માર્કેટ, મહેરઅલી ચોક, અનમ રીંગરોડ, છઠ્ઠીબારી રીંગરોડ, વિગેરે વિસ્તારોમાં ખૂબ જ ભીડ રહેતી હોઈ તેમજ આ વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોઈ વાહનો આડેધડ પાર્ક થતા હોઈ ટ્રાફિકની સમસ્યા ખુબ જ વણસી જાય છે. આ વિસ્તારોના ૨સ્તાઓ ૫૨ ટ્રાફિક નિયમન માટે પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ-ભુજના તા.૧૩/૧૦/૨૦૨૨ વાળી દરખાસ્ત અન્વયે મિતેશ પંડયા, અધિક જિલ્લા મજિસ્ટ્રેટ, કચ્છ ભુજ દ્રારા ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી)અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ જાહેરનામું ફ૨માવવામા આવ્યું છે. …
Read More