દિવાળી તહેવાર અન્વયે ભુજ શહેરની અંદરના વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભુજ

        આગામી દિવાળીના તહેવારો અન્વયે ભુજ શહેરના અંદરના વિસ્તારો જેવા કે જુની શાક માર્કેટતળાવ શેરીવાણિયાવાડ નવી શાક માર્કેટમહેરઅલી ચોકઅનમ રીંગરોડછઠ્ઠીબારી રીંગરોડવિગેરે વિસ્તારોમાં ખૂબ જ ભીડ રહેતી હોઈ તેમજ આ વિસ્તારોમાં પાર્કિંગની વ્યવસ્થા ન હોઈ વાહનો આડેધડ પાર્ક થતા હોઈ ટ્રાફિકની સમસ્યા ખુબ જ વણસી જાય છે. આ વિસ્તારોના ૨સ્તાઓ ૫૨ ટ્રાફિક નિયમન માટે પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ-ભુજના તા.૧૩/૧૦/૨૦૨૨ વાળી દરખાસ્ત અન્વયે મિતેશ પંડયાઅધિક જિલ્લા મજિસ્ટ્રેટકચ્છ ભુજ દ્રારા ગુજરાત પોલિસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી)અન્વયે તેમને મળેલ અધિકારની રૂએ જાહેરનામું ફ૨માવવામા આવ્યું છે.

        આ જાહેરનામાં અન્વયે તા.૧૬/૧૦/૨૦૨૨થી તા.૨૫/૧૦/૨૦૨૨ સુધી સવારના ૮.૦૦ થી રાત્રિના ૨૨.૦૦ કલાક સુધી થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો છઠ્ઠીબારી રીંગરોડઅનમ રીંગરોડ અને વાણીયાવાડ નવી શાક માર્કેટથી અંદર જતા રસ્તા પર પસાર થઈ શકશે નહીં.

        વૈકલ્પિક વ્યવસ્થા રૂપે છઠ્ઠીબારી રીંગરોડ નજીક આવેલ ૨સ્તા પ૨થી મોડર્ન ટોકિઝ પરથી આ વિસ્તારના રહેવાસીઓ આવ-જા કરી શકશે. વાણિયાવાડ નવી શાક માર્કેટથી તથા અનમ રીંગરોડની આસપાસના રહેવાસીઓ પંચમુખા હનુમાન શેરીથી આવ-જા કરી શકશે. આ જાહેરનામું સરકારી ફરજ પરના વાહનોફાયર ફાઈટર તેમજ પોલીસ અધિક્ષકપશ્ચિમ કચ્છભુજ અધિકૃત કરે તેવા વાહનોને લાગુ પડશે નહીં.

Related posts

Leave a Comment