અલંગ હનુમાન પાટીયા પાસેથી અલંગ મરીન પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર, ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ. ભાવનગર જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં પકયેલ ગુન્હેગારો ઉપર તેના વિરૂધ્ધમાં નોઘાયેલ ગુન્હાનો અભ્યાસ કરી આ આવા ગુન્હે ગારોને ઝેર કરવા માટે એક ગેંગ કેસ તૈયાર કરી આરોપીઓ વિરૂધ્ધ ઇ.પી.કો.૪૦૧,૩૪ વિગેરે મુજબનો ગુન્હો અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ અને તે ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પકડી લેવા સુચના કરેલ જે સુચના અને માર્ગદર્શન હેઠળ…

Read More

માંગરોળ શેણલ માતાજીના મંદિરે દર્શનાર્થીઓ જીલ્લા કલેકટરે જાહેર કરેલ પરિપત્ર મુજબ દર્શન કરી ધન્યતા અનુભવી

થરાદ, વર્તમાન સમયમાં કોરોના વાયરસ કહેર ધમધમતો જોવા મળી રહ્યો છે ત્યારે થરાદના માંગરોળ ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શેણલ માતાજીના મંદિરે બનાસકાંઠા જીલ્લા કલેકટરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અનુસાર માસ્ક પહેરીને માઈભક્તોએ દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી, જોકે અજવાળી ચૌદશ હોઈ માતાજીના ભક્તો કોરોનાથી સાવચેતીના ભાગરૂપે પરિપત્ર મુજબ દર્શન કરીને માઁ શેણલના દર્શન કર્યા હતા. બનાસકાંઠા જીલ્લા કલેકટરે જાહેર કરેલ પરિપત્ર મુજબ માસ્ક ફરજીયાત પહેરવાના નિયમનું પાલન થાય તે માટેની સતા પોલીસને સોંપાઈ હોઈ માંગરોળ ખાતે શેણલ માતાજીના મંદિરે ઉમટેલ માઈભક્તો જો માસ્ક પહેર્યા વિના જણાય તો પોલીસ પણ સક્રિય…

Read More

પંચમહાલ જીલ્લામાં આજે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઓનલાઈન ઉજવણી

ગોધરા, ગોધરા પંચમહાલ જીલ્લામાં રોજગાર કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગતઆજરોજ તા. ૩ ઓગસ્ટ, ૨૦૨૦ના સોમવારે મહિલા સ્વાવલંબન દિવસની ઓનલાઈન ઉજવણી કરવામાં આવેલ છે. જે જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારીયાદીમાં જણાવાયું છે. આ મહિલા દિવસે નિષ્ણાંતો દ્વારા રોજગારી, સ્વરોજગારી ની તકો અને તેના માટેની તૈયારી અંગેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમીનાર માત્ર મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવેલ છે. કોવિડ-૧૯ સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ સેમીનાર ગુગલ મીટના માધ્યમથી ઓનલાઈન યોજવામાં આવશે. આ સેમીનારમાં જોડાવવા માટે સૌ પ્રથમ મહિલા ઉમેદવારોને પોતાના મોબાઈલમાં ગુગલ મીટ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહશે. આ…

Read More

પંચમહાલ જિલ્લાના વધુ ૫ કન્ટેઈન્મેન્ટ ઝોનને ક્લસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા, ગોધરા પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ કેટલાક વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં હાલોલ નગરપાલિકાના સી.એચ.સી ક્વાટર્સ અને ઈન્દિરાનગર, કાલોલ નગરપાલિકાની રાધાક્રિષ્ના સોસાયટી, ઘોઘંબા તાલુકાના કાનપુર ગામની વાવની મુવાડી તેમજ કાલોલ તાલુકાના નેસડાના મોટા ફળિયા વિસ્તારોનો સમાવેશ થાય છે. સી.એચ.સી. ક્વાટર્સમાં ૨૩મી જૂનના રોજ, નેસડાના મોટા ફળિયા, રાધાક્રિષ્ના સોસાયટી તેમજ ઈન્દિરાનગરમાં…

Read More

મોરવા(હ) મામલતદાર કચેરી દ્વારા ૫૦૦થી વધુ લાભાર્થીઓને ઘરે બેઠા લાભ આપ્યા

ગોધરા, કોરોના મહામાળીને ધ્યાનમાં રાખીને એક સાથે વધુ લોકો ભેગા ન થાય અને સંક્રમણનો ભોગ ન બને તે માટે પંચમહાલ જિલ્લાના મોરવા (હ) તાલુકાની મામલતદાર કચેરી દ્વારા એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. યોજનાકીય લાભો સહિતની વિવિધ સેવાઓ માટે લોકો મામલતદાર કચેરીએ ન આવે અને સંક્રમણનું જોખમ ઉભુ ન થાય તે માટે શક્ય બને એટલી સુવિધાઓ ઘરેબેઠા પૂરી પાડવાનું વિચારી એક નવીન સિસ્ટમ વિકસાવવામાં આવી છે. જે અંતર્ગત ગંગાસ્વરૂપ સહાય યોજના, વૃદ્ધ સહાય-વય વંદના યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભ તેમજ આ…

Read More