દિયોદર, ગુજરાત માં આખરે ચોમાસા નો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ ની આગાહી ના પગલે રવિવાર ના રોજ જિલ્લા ના અનેક વિસ્તાર માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તાર માં આજે વહેલી સવાર થી વાદળ છાયું વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ ની આગાહી સાથે વરસાદ નું આગમન થયું હતું. જેમાં દિવસ દરમિયાન મેઘો મહેરબાન બન્યો હતો અને છુટા છવાયા અને ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો જો કે દિયોદર માં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાં આજે વરસાદ ના કારણે દિયોદર પોલીસ સ્ટેશન…
Read MoreMonth: August 2020
દિયોદર જી આઈ ડી સી તેમજ સુરાણા ગામ ની સિમ માં પોલીસ ની રેડ 13 શકુનિયા જુગાર રમતા ઝડપાયા
દિયોદર , શ્રાવણ મહિના ની શરૂઆત થતા ની સાથે દિયોદર ગ્રામીણ વિસ્તાર તેમજ શહેર માં તીનપતિ ના જુગાર ધામ ના અડ્ડા ધમધમતા થતા સ્થાનિક પોલીસ અને એલ સી બી પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે જેમાં ફરી એલ સી બી પોલીસ અને સ્થાનિક પોલીસે બંને અલગ અલગ જગ્યા પર થી 13શકુનિયા ને જુગાર રમતા ઝડપી પાડતા અન્ય શકુનિયા માં ફફડાટ ફેલાવા પામ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર સ્થાનિક પોલીસ ને ખાનગી બાતમી મળેલ કે દિયોદર જી આઈ ડી સી માં રહેણાંક મકાન માં લાઈટ ના અજવાળે અમુક…
Read Moreદિયોદર ના વખા હનુમાન મંદિરે પર્યાવરણ પ્રેમી દ્વારા વૃક્ષારોપણ કરાયું….
દિયોદર, વૃક્ષો વાવો અને વરસાદ લાવો.આ એક સૂત્ર છે પણ ખરેખર આ સૂત્ર ને સાર્થક કરવા માટે વૃક્ષારોપણ કરવું એ ખૂબ જરૂરી છે ,વૃક્ષારોપણ માત્ર વૃક્ષ વાવી ને ના કરવું જોઈએ પરંતુ વૃક્ષોનો ઉછેર કરવો એ ખુબ મહત્વનું છે તો જ વૃક્ષો વાવો અને વરસાદ લાવો એ સૂત્ર ખરેખર સાર્થક માનવામાં આવશે.વિશ્વમાં દિનપ્રતિદિન વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે.ત્યારે બીજી તરફ અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામા આવી રહ્યું છે. ત્યારે દિયોદર ના પર્યાવરણ પ્રેમી દ્વારા વખા મુકામે આવેલ હનુમાન મંદિરે સિત્તેર જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું .જેમાં સૌ પ્રથમ તુલસી…
Read Moreરાજકોટ શહેર જીલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા મહોરમ નિમિતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું
રાજકોટ, રાજકોટ શહેર જીલ્લામાં સંક્રમણ વધતું અટકાવવા માટે જીલ્લા કલેકટર રેમ્યા મોહને તહેવાર સંબંધી એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જણાવ્યા પ્રમાણે મુસ્લિમ બીરાદરોનો પવિત્ર પર્વ મહોરમ આગામી તારીખ.૩૦ અને ૩૧ તારીખે આવતો હોય. આ મહોરમ અંતર્ગત શેરી, મહોલ્લામાં કે વિસ્તારમાં તાજીયા ઠંડા ન કરવા, વિસર્જન ન કરવું, બે ફૂટથી વધુ ઉંચાઈ ન રાખવી, સ્થાપના ન કરવી, જાહેરમાં મંડપ, પંડાલ કે ડેકોરેશન ન કરવું તેમજ ધાર્મિક વિધિ માટે ડી.જે ન વગાડવું, જાહેરમાં કોઈ ઝુલુસ ન કાઢવું, કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય ન કરવું, મહોરમ નિમિતે કોરોના સંક્રમણ અટકાવવા તમામે…
Read Moreમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રૂ.૧૦૦૦ કરોડથી વધુની ફાળવણી
કોડીનાર, પારદર્શી અને લોકાભિમુખ વહિવટની નેમને સાર્થક કરનાર રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે રાજ્યભરની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કુલ રૂ.૧,૦૦૦ કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ગીર સોમનાથ જીલ્લાની તમામ નગરપાલિકાને માન.મંત્રી વાસણભાઇ આહિર ના અધ્યક્ષ સ્થાને કલેક્ટર ઓફિસ ઈણાજ ખાતે યોજાયેલ જેમાં કોડીનાર નગરપાલિકાને રૂ.૧,૧૨,૫૦૦૦૦/- અંકે રૂપિયા એક કરોડ બાર લાખ પચાસ હજાર નો ચેક નગરપાલિકા પ્રમુખ ફાતેમાબેન જુણેજા, ઉપ.પ્રમુખ સુભાષભાઈ ડોડીયા તથા ચીફ ઓફિસ પુજારા ની હાજરીમાં…
Read Moreવેરાવળ મા સામાન્ય વરસાદ મા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તંત્ર જ્યારે ભારે નિંદ્રા હોય તેવું……
વેરાવળ, વેરાવળ શહેરમાં માત્ર સામાન્ય વરસાદ મા ઠેર-ઠેર પાણીના તરાવ જોવાં મળે છે. જેમાં શહેરના અનેક વિસ્તારો બેટ મા ફેરવવાયા છે. જેમાં રધુવશી સોસાયટી સિદ્ધિ વિનાયક સોસાયટી રેલવે ફાટક પાસે આવેલ વિસ્તાર તેમજ દીવાનયા કોલોની મસ્જિદ પાસે ના રોડ ઉપર ઠેર-ઠેર ખાંડા છે. ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે, જ્યારે આ બાબતે રીઝવાના બહેન તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ રાયઠૂઠા, બકુલ ચાપડીયા અફઝલ સર તેમજ કાજલ બેન લાખાણી આ વિસ્તારની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી લોકો ની મુલાકાત લીધી. રિપોર્ટર : હારૂન કાલવાત,વેરાવળ.
Read Moreબેંકના બે કલેક્શન એક્ઝિક્યુટિવને બોલાવીને કર્જદારે હુમલો કર્યો
વડોદરા, વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા કમાટીપુરામાં રહેતા સિરાજભાઇ મજીદભાઇ ડબગર અને તેમનો મિત્ર અબ્બાસભાઇ IDFC બેંકમાં છેલ્લા 4 વર્ષથી લોનના નાણાં કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. આજે સવારે 11 વાગ્યાની આસપાસ તેઓને મેમણ કોલોનીમાં ટુ-વ્હીલર લોનના EMI લેવા માટે સન્ની મેમણ નામના કર્જદારે બોલાવ્યો હતો. જ્યાં તેણે પોતાના સાગરીતો સાથે મળીને લોનનો બાકી પડતો હપ્તો લેવા ગયેલા બે કલેક્શન એક્ઝિક્યુટિવ ઉપર ગુપ્તીથી જીવલેણ હુમલો કર્યો હતો. ગુપ્તીથી જીવલેણ હુમલો કરીને આરોપીઓ ફરાર ઇજાગ્રસ્ત સિરાજભાઇ ડબગરના મિત્ર આકાશભાઇએ જણાવ્યું હતું કે, સન્ની મેમણ પાસે ટુ-વ્હીલર લોનના બાકી પડતા 10…
Read Moreભાભર પંથકમાં વરસાદી ઝાપટા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ભાભર, બનાસકાંઠા માં ગત ચોમાસા દરમિયાન આ ચોમાસામાં વરસાદે હાથતાળી આપી હતી. જેમાં સરહદી અને અંતરિયાળ ગણાતા ભાભર અને સુઇગામ પંથક ગરમી અને બફારા વચ્ચે લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. જેમાં વરસાદ ના આ બીજા રાઉન્ડમાં જોરદાર ઝાપટા પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે સીઝન દરમિયાન વરસાદ ઓછો હોવાથી ખેડૂતો ને અમુક પાક માં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ આખરે બચી ગયેલા પાક ને જીવતદાન મળતાં ખેડૂતો માં પણ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર
Read Moreદિયોદર ખાતે સફાઈ કામદારો ની દિલ ધડક કામગીરી
દિયોદર, એક બાજુ કોરોના વાઇરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં આવા સમયે જિલ્લા ના અનેક વિસ્તાર માં સારો વરસાદ પણ થયો છે ત્યારે આજે કેમેરા માં કેદ થયેલ તસ્વીર આમ તો ઘણું બધું કહી જાય છે. દિયોદર હાઇવે વિસ્તાર પર ગટર લાઇન માં વરસાદી પાણી ના નિકાલ માટે ગ્રામ પંચાયત ના સફાઈ કર્મચારીઓ દ્વારા દિલ ધડક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં એક બાજુ કોરોના વાઇરસ ની મહામારી છે. જેમાં કોરોના ના યોદ્ધા તરીકે જેમને આપણે સન્માન કરીએ છે તેવા સફાઈ કામદારો પણ ગામ ને સ્વચ્છ રાખવા…
Read Moreમીઠીબોર ગામે કૂવામાંથી મહિલાની લાશ મળી આવી
છોટાઉદેપુર, છોટાઉદેપુરના કોઠારા ગામની વૃદ્ધ મહિલાની લાશ મીઠીબોર ગામે પથ્થરની જૂની ખાણમાં આવેલ કૂવામાંથી બંધ પોટલામાં મળી આવી છે. લાશ મળી આવતા આસપાસના આદિવાસી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના પુત્રએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે આવી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર
Read More