દિયોદર,
ગુજરાત માં આખરે ચોમાસા નો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ ની આગાહી ના પગલે રવિવાર ના રોજ જિલ્લા ના અનેક વિસ્તાર માં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તાર માં આજે વહેલી સવાર થી વાદળ છાયું વાતાવરણ વચ્ચે હવામાન વિભાગ ની આગાહી સાથે વરસાદ નું આગમન થયું હતું. જેમાં દિવસ દરમિયાન મેઘો મહેરબાન બન્યો હતો
અને છુટા છવાયા અને ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો જો કે દિયોદર માં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાં આજે વરસાદ ના કારણે દિયોદર પોલીસ સ્ટેશન રોડ, પ્રગતિનગર, માધવ પાર્ક, જુના બસ સ્ટેશન જેવા અનેક વિસ્તાર માં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં પ્રગતિ નગર સોસાયટી માં વરસાદી પાણી ભરાતા રહીશો સોસાયટી બહાર નીકળી શક્યા ન હતા જેમાં બીજી તરફ જુના માર્કેટ યાડ માં વરસાદી પાણી ભરાતા માર્કેટ યાડ પાણી માં ગરકાવ થઈ ગયું હતું જેમાં હાઇવે વિસ્તાર પર પણ રેલવે ઓવરબીજ નું કામ ચાલતું હોવાથી વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.
રિપોર્ટર : વાઘેલાસિંહ વાઘેલા, દિયોદર