દિયોદર જી આઈ ડી સી તેમજ સુરાણા ગામ ની સિમ માં પોલીસ ની રેડ 13 શકુનિયા જુગાર રમતા ઝડપાયા

દિયોદર ,

શ્રાવણ મહિના ની શરૂઆત થતા ની સાથે દિયોદર ગ્રામીણ વિસ્તાર તેમજ શહેર માં તીનપતિ ના જુગાર ધામ ના અડ્ડા ધમધમતા થતા સ્થાનિક પોલીસ અને એલ સી બી પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે જેમાં ફરી એલ સી બી પોલીસ અને સ્થાનિક પોલીસે બંને અલગ અલગ જગ્યા પર થી 13શકુનિયા ને જુગાર રમતા ઝડપી પાડતા અન્ય શકુનિયા માં ફફડાટ ફેલાવા પામ્યો છે.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર સ્થાનિક પોલીસ ને ખાનગી બાતમી મળેલ કે દિયોદર જી આઈ ડી સી માં રહેણાંક મકાન માં લાઈટ ના અજવાળે અમુક લોકો એકઠા થઇ તીનપતિ નો જુગાર રમી રહા છે તેવી બાતમી ના આધારે દિયોદર પોલીસ દ્વારા બાતમી ની જગ્યા પર રેડ કરવામાં આવતા રહેણાંક મકાન માં જુગાર રમતા 8 શકુનિયા ને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા તેમની પાસે થી રોકડ રકમ કુલ કિંમત 17,700 નો મુરદા માલ કબ્જે લેવામાં આવ્યો હતો

ત્યારે બીજી તરફ બનાસકાંઠા એલ સી બી પોલીસ આ વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી તે સમય ખાનગી બાતમી મળેલ કે દિયોદર ના સુરાણા ગામ ની સિમ માં તીનપતિ જુગાર નો હારજીત ની ગેમ રમવામાં આવી રહી છે તેવી બાતમી ના આધારે બનાસકાંઠા એલ સી બી ટિમ દ્વારા સ્થળ પર રેડ કરતા 5 શકુનિયા જુગાર રમતા પોલીસ ના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા જેમાં દિયોદર જી આઈ ડી સી વિસ્તાર તેમજ સુરાણા ગામ ની સિમ માંથી પોલીસ 13 શકુનિયા ને ઝડપી પાડી તેમની પાસે થી 50,600 નો મુરદા માલ કબ્જે લઈ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં પોલીસ ની લાલઆંખ થી અન્ય જુગારીયા માં ફફડાટ ફેલાવા પામ્યો છે

ઝડપાયેલા શકુનિયા…

(૧)વિપુલ બચુભાઈ ઠક્કર રહે દિયોદર
(૨)વિષ્ણુ ભેમજી આચાર્ય રહે દિયોદર
(૩)અબ્લુદભાઈ ભીખાભાઈ કુરેશી રહે થરાદ
(૪)સારૂખભાઈ રસુલભાઈ મુલતાણી રહે થરાદ
(૫)પ્રહલાદ હમીરભાઈ જોષી રહે સુરાણા તા દિયોદર
(૬)કનુભાઈ ધારસીભાઈ મકવાણા
(૭)મહેશભાઈ ભીખાભાઇ ઠાકોર
(૮)વિનાજી વાહજીજી ઠાકોર
(૯)અલ્પેશભાઈ ધારસીભાઈ ઠાકોર
(૧૦)કરણ તરસંગ ઠાકોર
(૧૧)સંજય ઠાકરસિંહ ઠાકોર
(૧૨)અરવિંદ ધારસીભાઈ ઠાકોર
(૧૩)યુનિશ શેરખાન કુરેશી

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment