દિયોદર ના વખા હનુમાન મંદિરે પર્યાવરણ પ્રેમી દ્વારા વૃક્ષારોપણ કરાયું….

દિયોદર,

વૃક્ષો વાવો અને વરસાદ લાવો.આ એક સૂત્ર છે પણ ખરેખર આ સૂત્ર ને સાર્થક કરવા માટે વૃક્ષારોપણ કરવું એ ખૂબ જરૂરી છે ,વૃક્ષારોપણ માત્ર વૃક્ષ વાવી ને ના કરવું જોઈએ પરંતુ વૃક્ષોનો ઉછેર કરવો એ ખુબ મહત્વનું છે તો જ વૃક્ષો વાવો અને વરસાદ લાવો એ સૂત્ર ખરેખર સાર્થક માનવામાં આવશે.વિશ્વમાં દિનપ્રતિદિન વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે.ત્યારે બીજી તરફ અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામા આવી રહ્યું છે. ત્યારે દિયોદર ના પર્યાવરણ પ્રેમી દ્વારા વખા મુકામે આવેલ હનુમાન મંદિરે સિત્તેર જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું .જેમાં સૌ પ્રથમ તુલસી માતાજી ને રોપવામાં આવ્યા હતા આ વૃક્ષારોપણ દરમિયાન અખિલ ભારતીય ગૌરક્ષા ઉપાધ્યક્ષ મોંન્ટુ પઢીયાર,ફોરેસ્ટર સંજયભાઈ ઠાકોર,સચિવાલય ક્લાર્ક પ્રવીણભાઈ સોલંકી,દિપક ગૌસ્વામી, સંજયભાઈ સોલંકી, તેમજ ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જોકે. અખિલ ભારતીય ગૌ રક્ષા ના ઉપાધ્યક્ષ મોન્ટુ પઢિયારે જણાવ્યું હતું કે આ વૃક્ષારોપણ એ માત્ર વૃક્ષ વાવવા માટે નથી કર્યું પણ પર્યાવરણને બચાવવા માટે તેમજ પર્યાવરણની જાળવણી થાય અને શુદ્ધ હવા મળી રહે તે માટે આ વૃક્ષારોપણ કર્યું છે. વધુ માં જણાવ્યું હતું કે. અત્યારના સમયમાં વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે દિનપ્રતિદિન અનેક વૃક્ષો કપાઇ રહ્યા છે ત્યારે અમે પણ વૃક્ષારોપણ કરી પર્યાવરણને બચાવવા માટેનો એક પ્રયાસ કર્યો છે.

બીજી સંસ્થાઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે તે ઠેર જગ્યાએ વૃક્ષારોપણ કરી અને આવો સૌ સાથે મળી આપણે પર્યાવરણને બચાવીએ.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment