જોડિયા,
જોડિયા ગામે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર વર્ષો પૌરાણિક જગ્યા છે. આ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે જોડિયા ગામ ના એક શિવ ભક્ત વાંક પરિવાર કે જેઓ હાલમાં જોડિયા માર્કેટિંગ યાર્ડ ના ડાયરેક્ટર છે.
એવા ચિરાગભાઈ બી.વાંક. દ્વારા દર વર્ષે શ્રાવણ માસના નાગ પાંચમ ના દિવસે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરે નાગ દેવતા નું વિધિવત પૂજન વિધિ કરવામાં આવે છે. અને આ મહાદેવ મંદિર માં જ્યારે પણ નાગ પાંચમ ના રોજ વિશાળ મહાદેવ મંદિર ની જગ્યા
માં વિશાળ કાય નાગ દેવતા ના સ્વયભું સાક્ષાત્કાર રૂબરૂમાં નાગદેવતા નું પૂજન ચાલી રહ્યું હોય ત્યારે અચૂક દર્શન થાય છે. અને આ નાગદેવતા ના દર્શન કરીને વાંક પરિવાર ધન્યતા અનુભવે છે. અને શ્રી નાગેશ્વર મહાદેવજી વાંક પરિવાર ઉપર પ્રશન થયા હોય તેમ દર વર્ષે આજ દિવસે પૂજન કરવામાં આવે છે.
રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા