હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્ય સરકાર દ્રારા પાટણવાવ સ્થિત ઓસમ ડુંગરના સાનિધ્યમા પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામા ઘવાયેલા સ્પર્ધકોની જિલ્લા આરોગ્ય તંત્ર દ્રારા સારવાર કરવામા આવી હતી. સ્પર્ધામાં સહભાગી થયેલા સ્પર્ધકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમા અન્ય સવલતોની સાથે આરોગ્યની વિવિધ ૭ ટીમ સમગ્ર રૂટપર ખડેપગે તૈનાત હતી. ૩૫૨ સ્પર્ધકો પૈકી સાત સ્પર્ધકોને સામાન્ય ઈજા થઈ હતી, જેમાં એક સ્પર્ધકનું સુગર લેવલ ઓછું થઈ જતા રૂટ પર તૈનાત આરોગ્યની ટીમે સમય સૂચકતા સાથે તુરંત સારવાર આપી હતી. સ્પર્ધામાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. જાગૃતિ…
Read MoreCategory: Sports
ઓસમ ડુંગર ખાતે ઓસમ આરોહણ-અવરોહણ હરિફાઈ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ પાટણવાવ સ્થિત ઓસમ ડુંગર ખાતે ઓસમ આરોહણ-અવરોહણ હરિફાઈ યોજાઈ હતી. આ હરિફાઈમા ઉપસ્થિત રહેલા સ્પર્ધકો તેમજ નાગરિકો રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓથી વાકેફ થયા હતા. માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત ગુજરાત પાક્ષિક તેમજ અન્ય પુસ્તિકાઓ વિતરણ કરાઇ હતી. પ્રાદેશિક માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર, વંચિતોનો વિકાસ, ખેડૂત કલ્યાણ લક્ષી યોજનાઓ સહિત પુસ્તિકાઓ વિતરણ કરી આ પુસ્તિકાઓની ઉપયોગિતા સમજાવી હતી. આ તકે વિવિધ જિલ્લામાંથી આવેલા સ્પર્ધકો તેમના વાલીઓ તેમજ પાટણવાવથી ઉપસ્થિત રહેલા ગ્રામજનોએ માહિતી ખાતાનો તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Moreરાજ્ય સરકાર દ્વારા ગિરનાર, ઓસમ, ચોટીલા સહિતના સ્થળોએ આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજી રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, રાજકોટ પાંચમી ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા ભાઈઓમા પ્રથમ નંબર મેળવનાર પીયુષ બારૈયાએ ૯ મિનિટ ૧૩ સેકન્ડમા સ્પર્ધા પૂર્ણ કરી હતી. જ્યારે બહેનોમાં વિંછીયા તાલુકાના વાંગધ્રાની બાવળીયા ત્રીશાએ ૧૨ મિનિટ ૭ સેકન્ડમા ઓસમ પર્વત સર કરી પ્રથમ નંબર હાસલ કરી નવું કીર્તિમાન સ્થાપિત કરવાની સિધ્ધિ મેળવી હતી. પીયુષ બારૈયા હર્ષ સાથે કહે છે કે, રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં જુના રેકોર્ડ તોડી પ્રથમ નંબર સ્થાપિત કરવાનો મને ખુબ જ આનંદ છે. ગત વર્ષે પણ મેં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેનો અનુભવ તથા જીતવાની ધગશથી આ વખતે મેં રેકોર્ડ…
Read Moreજામનગર જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ સ્પેશિયલ ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લઈ શકશે
હિન્દ ન્યુઝ, જામનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર હેઠળના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૩.૦નું ભવ્ય આયોજન આગામી સમયમાં કરવામાં આવનાર છે. સ્પે.ખેલમહાકુંભ 3.0 નું ઓફલાઈન રજીસ્ટ્રેશન તા.૧૦/૦૧/૨૦૨૫ સુધી ચાલુ રહેશે. જેમાં વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ જેવા કે માનસિક ક્ષતિગ્રસ્ત (MR), શારીરિક ક્ષતિગ્રસ્ત (OH), અંધજન (Blind). શ્રવણ મંદ (Deaf) અને સેરેબ્રલ પાલ્સી (CP) ધરાવતા ભાઈઓ/બહેનો આ સ્પર્ધાઓમાં ભાગ લઇ શકશે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલમહાકુંભ ૩.૦ની સ્પર્ધાઓનું જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાએ આયોજન થનાર…
Read Moreવડોદરાની સાત વર્ષની દેવાંશિકા ૧૦ વર્ષની ખેલાડીને હરાવી TPL માં બની વિજેતા
નાનો પણ રાઈનો દાણો હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાની માંડ સાત વર્ષની નાનકડી દેવાંશિકા પટેલ ટેનિસ પ્રીમિયર લીગ આયોજિત જયપુરમાં યોજાયેલી TPL under 10 ગર્લ્સમાં વ્યક્તિગત વિજેતા બની છે.ખાસ વાત એ છે કે નાનો પણ રાઈનો દાણો કહેવતની યાદ અપાવતી આ દીકરી માંડ 7 વર્ષની છે અને તેણે 10 વર્ષની ખેલાડીને હરાવીને આ સિદ્ધિ મેળવી છે.વડોદરા જિલ્લા રમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસે તેની આ સિદ્ધિને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે. આટલી નાની ઉંમરે પહેલી સિદ્ધિ મેળવનારી આ દીકરીની માતા વંદના જ તેના ટેનિસ ગુરુ છે. ટેનિસ કે લોન ટેનિસ…
Read Moreરાજકોટ ખાતે સાંસદના હસ્તે ચેમ્પયનશીપ ટ્રોફી વિતરણ
હિન્દ ન્યુઝ,રાજકોટ રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા સરદાર પટેલ સ્નાનાગર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય તરણ સ્પર્ધા સંપન્ન થતા સાંસદ પરષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં સાંસદના હસ્તે ચેમ્પયનશીપ ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે તા. ૨૪ નવેમ્બરથી આયોજિત રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય તરણ સપર્ધામાં કુલ ૧૦ ઇવેન્ટ રમાઈ હતી. જેમાં મહારાષ્ટ્ર એ સૌથી વધુ ૨૨ ગોલ્ડ અને કુલ ૫૫ મેડલ સાથે પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે. તેમજ અન્ડર -૧૭ બોયઝ, ગર્લ્સ અને ડાઇવિંગમાં મહારાષ્ટ્ર ટીમ ચેમ્પિયન બની છે. જયારે બીજા ક્રમે…
Read Moreભાઇઓ/બહેનો માટે શાળાકીય SGFI રાજ્યકક્ષા નેટબોલ અં-૧૪, ૧૭,૧૯ સ્પર્ધામાં ભાગ લેવા અંગે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્ય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ- ૨૦૨૪ અંતર્ગત રાજયકક્ષા SGFI શાળાકીય નેટબોલ અંડર-૧૪,૧૭,૧૯ (ભાઇઓ/બહેનો)ની સ્પર્ધાનું આયોજન ગીર સોમનાથ ખાતે કરવામાં આવશે. જે અંગેની વિવિધ જિલ્લાની ટીમની યાદીના પ્રવેશપત્રો dso-sycd-grsn@gujarat.gov.com ઉપર તા.૨૨/૧૧/૨૦૨૪ સુધીમાં અચૂક મોકલી આપવા તેમજ ખેલાડીઓને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે. ટી.એ.બીલ આર.ટી.જી.એસ થી ચૂકવવામાં આવશે. આથી ટીમ મેનેજરએ આવવા-જવાના પ્રવાસ ખર્ચ સાથે લઈ આવવાનો રહેશે. ટીમ મેનેજરએ કેન્સલ ચેક…
Read Moreમાંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સંરક્ષણ ભરતી પૂર્વેની નિ:શુલ્ક નિવાસી તાલીમ અને ઉમેદવારોની ફિઝિકલ ચકાસણી (સ્ક્રુટીની)કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, વડોદરા માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ,વડોદરા ખાતે સંરક્ષણ ભરતી પૂર્વેની નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા માટે પૂર્વેના ઉમેદવારોની ફીઝકલ ચકાસણી (સ્ક્રુટીની)કેમ્પ યોજવામાં આવ્યો હતો. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)કચેરી, તરસાલી વડોદરા દ્વારા સંરક્ષણ ક્ષેત્ર જેમાં આર્મી, નેવી, એરફોર્સ, પેરા મીલીટરી ફોર્સ, પોલીસ, ફોરેસ્ટ, સીકયુરીટી વિવિધ ભરતી માટે વડોદરા જીલ્લાના ઉમેદવારોને તક મળે તે માટે આજરોજ ભરતી મેળો યોજાયો હતો. જેમાં શારીરિક અને લેખિત પરિક્ષામાં સારો દેખાવ કરે તે માટે નવેમ્બર માસમાં ૯૦ ઉમેદવારોને ૩૦ દિવસની ફ્રી રેસુડેન્સીયલ તાલીમ યોજવામાં આવનાર છે .જેમાં ઉમેદવારોની…
Read Moreજામનગર ગ્રામ્યની મહિલા હોકી ટીમ રાજ્ય કક્ષાએ વિજેતા
હિન્દ ન્યુઝ, જામનગર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જવાહરલાલ નેહરુ હોકી અંડર ૧૭ બહેનો માટેની રાજ્યકક્ષાની સ્પર્ધાનું તા.૨૧ થી તા.૨૩/૦૯/૨૦૨૪ દરમ્યાન રાજકોટ જિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય, ધ્રોલ DLSSની અંડર ૧૭ બહેનોની ટીમે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે. સ્પર્ધાની ફાઈનલ મેચમાં જામનગર ગ્રામ્યની ટીમે દેવગઢ બારીયાની ટીમને ૨-૧ના સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારી રાવલીયાએ વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે…
Read Moreભાવનગર શહેરકક્ષા અને ગ્રામ્યકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા ૨૦૨૪-૨૫ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ વિભાગના કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર શહેર/ગ્રામ્ય સંચાલિત મહાનગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા (પ્રાચીન ગરબા, અર્વાચીન ગરબા અને રાસ)નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં ભાગ લેવા માંગતી સંસ્થાઓએ પ્રવેશપત્ર ફોર્મ તથા નિયમો કચેરીના બ્લોગ એડ્રેસ :- dydobvr.blogspot.co પરથી ડાઉનલોડ કરીને સુવાચ્ય અક્ષરે પ્રવેશપત્ર ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ/જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા.૧૦/૦૯/૨૦૨૪ સુધીમાં…
Read More