રાજકોટ શહેર મ્યુનિસિપીલ કમિશ્નર ઉદિત અગ્રવાલએ જણાવ્યું કે શહેરીજનો કોર્પોરેશન દ્વારા ચાલી રહેલ હોમ ડીલીવરી સિસ્ટમનો આગ્રહ રાખે

રાજકોટ,

રાજકોટ શહેર મ્યુનિસિપીલ કમિશ્નર ઉદિત અગ્રવાલએ આ તકે ઉમેર્યું હતું કે શહેરીજનો કોર્પોરેશન દ્વારા ચાલી રહેલ હોમ ડીલીવરી સિસ્ટમનો આગ્રહ રાખે. વહિવટીતંત્ર અને રાજય સરકારના નિર્દેશોનું પાલન કરી લોકોના સાથ સહકારથી સંપૂર્ણ રાજકોટને કોરોના મુક્ત કરવામાં સહયોગી બનવા તેઓએ અપીલ કરી હતી. આમ રાજય સરકારના નિર્ણય અન્વયે રાજકોટ શહેરી વિસ્તારમાં લોકડાઉનના અગાઉની પરિસ્થિતી મુજબ જ માત્ર જીવન જરૂરીયાતની ચિજવસ્તુઓના વેંચાણ સાથે સંકળાયેલ દુકાનો જ ખુલ્લી રહેશે. તથા આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ,૨૦૦૫ની કલમ-૩૪, ધી ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવીડ રેગ્યુલેશન-૨૦૨૦ અને ભારતીય દંડસંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ રાજકોટ કલેકટર રૈમ્યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલની સંયુકત યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment