રાજકોટ ખાતે સાંસદના હસ્તે ચેમ્પયનશીપ ટ્રોફી વિતરણ

હિન્દ ન્યુઝ,રાજકોટ

        રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા સરદાર પટેલ સ્નાનાગર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય તરણ સ્પર્ધા સંપન્ન થતા સાંસદ પરષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં સાંસદના હસ્તે ચેમ્પયનશીપ ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ ખાતે તા. ૨૪ નવેમ્બરથી આયોજિત રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય તરણ સપર્ધામાં કુલ ૧૦ ઇવેન્ટ રમાઈ હતી. જેમાં મહારાષ્ટ્ર એ સૌથી વધુ ૨૨ ગોલ્ડ અને કુલ ૫૫ મેડલ સાથે પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે. તેમજ અન્ડર -૧૭ બોયઝ, ગર્લ્સ અને ડાઇવિંગમાં મહારાષ્ટ્ર ટીમ ચેમ્પિયન બની છે. જયારે બીજા ક્રમે કર્ણાટક રાજ્યને ૧૯ ગોલ્ડ સહીત કુલ ૪૨ મેડલ અને ત્રીજા ક્રમે સી.બી.એસ.ઈ ગ્રુપને ૧૬ ગોલ્ડ સાથે કુલ ૩૧ મેડલ પ્રાપ્ત થયા છે.

પોઇન્ટ મુજબ અન્ડર-૧૪ બોયઝમાં ૭૬ પોઇન્ટ સાથે મણિપુર, અન્ડર-૧૭ બોયઝમાં મહારાષ્ટ્ર ૧૦૮ પોઇન્ટ તેમજ અન્ડર-૧૯ બોયઝમાં ૧૨૨ પોઇન્ટ સાથે કર્ણાટક, જયારે અન્ડર -૧૪ ગર્લ્સમાં ૧૨૩ પોઇન્ટ સાથે સી.આઈ.એસ.સી.ઈ, અન્ડર-૧૭ ગર્લ્સમાં 109 પોઇન્ટ સાથે મહારાષ્ટ્ર અને અન્ડર-૧૯ ગર્લ્સમાં ૧૨૬ પોઇન્ટ સાથે કર્ણાકટ તેમજ ડાઇવિંગમાં ૧૯૨ પોઇન્ટ સાથે મહારાષ્ટ્ર ચેમ્પિયન બન્યું છે. જયારે કેન્દ્રીય વિદ્યાલયમાંથી ભાગ લેનાર રાજકોટના તરણવીર હીર પિત્રોડાએ બે ગોલ્ડ મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે.

Related posts

Leave a Comment