રાજકોટ ખાતે અદ્યતન ટેકનોલોજી અને સુવિધા ધરાવતી આઇ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, વડોદર

        રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દર્દીઓની સ્વાસ્થ્ય સુખાકારી માટે સતત તત્પર રહે છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આકસ્મિક સંજોગોમાં સગર્ભા માતા અને નવજાત શિશુને ત્વરિત સારવાર સાથે હોસ્પિટલ ખસેડવામાં સરળતા રહે, તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા અદ્યતન ટેકનોલોજી અને સુવિધા ધરાવતી આઇ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેનો લોકાર્પણ કાર્યક્રમ પરાપીપળીયા ગામ ખાતે યોજાયો હતો.

   જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સુમિતાબેન રાજેષભાઈ ચાવડા અને તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી લાભુબેન વિક્રમભાઈ હુંબલના પ્રયત્નોથી મળેલી આ એમ્બ્યુલન્સનો લાભ બેડી, ગવરીદડ, આણંદપર, બાઘી, હડાળા, કાગદડી, ખંભાળા, પડધરી તાલુકાના ન્યારા, ઈશ્વરીયા, સણોસરા, ખોરાણા સહિતના ગામોના લોકોને મળી શકશે.

Related posts