હિન્દ ન્યુઝ,
વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માત્ર અક્ષરજ્ઞાન કે ડિગ્રી મેળવે એટલું જ નહીં, ગ્રામોત્થાનમાં પણ સહયોગી બને એ પૂજ્ય ગાંધીજીનું મિશન હતું: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરીને આઝાદ ભારતમાં પ્રથમવાર કોઈ વ્યક્તિએ આવનારી પેઢી માટે, ધરતી મા માટે, પર્યાવરણ માટે, ગાય માટે, ખેડૂતો માટે વિચાર્યું હોય, તો એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે.
પ્રાકૃતિક ખેતીને જૈવિક ખેતી-ઓર્ગેનિક ખેતી માનીને લોકો ડરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી તદ્દન અલગ છે
ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ગાંધી ગ્રામજીવન પદયાત્રાની સમીક્ષા કરી