રાજકોટ ખાતે મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન નું આયોજન

હિન્દ ન્યુઝ,

      મહિલા અને બાળ વિકાસ વિભાગના (મહિલા વિંગ) ના સચિવ તરફથી મળેલા માર્ગદર્શન મુજબ તા. ૨૫ નવેમ્બર (International Day for the Elimination of Violence against Women) થી ૧૦ ડિસેમ્બર (Human Rights Day) સુધી મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત ૧૬ દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતિગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી કાર્યક્રમોનું આયોજન રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીઓ કરવામાં આવનાર છે.

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ “ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન” (DHEW) ટિમ દ્વારા રાજકોટ જિલ્લામાં વિવિધ સ્થળોએ જાતિગત સંવેદનશીલતા, મહિલા હેલ્પલાઇન, ચાઈલ્ડ હેલ્પલાઇન, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013, ઘરેલુ હિંસા અધિનિયમ 2005, POCSO એક્ટ 2012, બાળલગ્ન પ્રતિબંધિત અધિનિયમ 2006, Good touch-Bad touch, સાઇબર સેફટી અંગે જાગૃતિ કાર્યકમ-સેમિનાર અને તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવશે 

Related posts

Leave a Comment