સી એસ સી મહીસાગર નું ગૌરવ….

હિન્દ ન્યુઝ, મહીસાગર

અસંગઠિત કામદારોને (શ્રમજીવી) ભારત સરકાર દ્વારા ઈ-શ્રમ નોંધણી નો કાર્યક્રમ ચાલુ થયેલ જેમાં કોમન સર્વિસ સેન્ટર (મિનિસ્ટરી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી) ના અંતર્ગત સીએસસી વીએલઇ મહીસાગર જિલ્લાના સિંગનલી નાં રહેવાસી વિજેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સમગ્ર ભારત વર્ષ માં પ્રથમ રચનાત્મક તેમજ ઉત્કૃષ્ટ રીતે શ્રમજીવી ની નોધણી કરી ભારત સરકાર ની યોજના ને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડી સાહસિક કાર્ય કર્યું છે

માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ડિજિટલ ઇન્ડિયા ના સપના ને એક નવી દિશા પર લઈ આવવા બદલ કેન્દ્રીય મિનિસ્ટર ભૂપેન્દ્રસિંગ યાદવ ના હસ્તે દિલ્લી ખાતે સમગ્ર ભારત દેશ માં રચનાત્મક કામગીરી માટે પ્રથમ ક્રમે પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું મિનિસ્ટર દ્વારા કોમન સર્વિસ સેન્ટર ના વી એલ ઈ ની કામગીરી ને બિરદાવવા માં આવી.

રિપોર્ટર : ભવન બારીઆ, મહીસાગર

Related posts

Leave a Comment