આઈ.ટી.આઈ મોડાસા ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનો ભરતી મેળો યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, મોડાસા

મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત અધિક નિવાસી કલેકટર ની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના નું ભરતી મેળો આઈ.ટી.આઈ મોડાસા ખાતે શરૂ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ઉદ્યોગના અધિકારી સોલંકી, મોડાસા જીઆઇડીસી એસોસિએશન ના પ્રમુખ પ્રશાંતભાઈ ઉપાધ્યાય, ઈ મોડાસા આઈટીઆઈના આચાર્ય વૈશાલીબેન પ્રજાપતિ, આઈ.ટી.આઈ મોડાસા મહિલાના આચાર્ય ભાવેશભાઈ પટેલ જિલ્લાના એપ્રેન્ટીસ એડવાઈઝર ઓ તેમજ આઈટીઆઈના તમામ ફોરમેનો અને જિલ્લાના એપ્રેન્ટીસ રોજગારી મેળવવા ઇચ્છુક કુલ ૨૫૦૦ ઉમેદવારો ભાઈઓ તથા બહેનો ને જાણ કરી હાજર રાખેલ હતા. જેમાં કુલ ૮૨ એપ્રેન્ટિસની બેઠકો માટે કુલ ૧૩ એકમો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : મોહસીન ચૌહાણ, મોડાસા

Related posts

Leave a Comment