દેશનાં પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ જાહેર થતા જસદણના સરદાર ચોક માં ભાજપના હોદ્દેદારો દ્વારા ભાજપની જીતની ખુશીમાં ફટાકડા ફોડી ખુશી નો આનંદ વ્યક્ત કર્યો

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણના ભાજપના મોટી સંખ્યામાં બધા જ હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી ભાજપાના ભવ્ય વિજય બદલ આનંદ વ્યક્ત કર્યો હતો દેશમાં 5 રાજ્યની ચૂંટણી બાદ મણિપુર, ઉત્તર પ્રદેશ, ગોવા, ઉતરાખંડમાં ભાજપનો ભગવો લહેરાયો દેશની સૌથી મોટી પાર્ટી કહેવાતી કોંગ્રેસના સુપડા સાફ થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ દેશભરમાં જોવા મળી રહ્યો છે તાજેતરમાં દેશ 5 રાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજરોજ પાંચે રાજ્યોની ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી હતી સવારથી જ પાંચ રાજ્ય પૈકી પંજાબ છોડીને તમામ ચાર રાજ્યોમાં મણિપુર , ઉતરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં ભાજપે પૂર્ણ બહુમતી સાથે પોતાની સત્તા હાંસલ કરી છે જ્યારે કોંગ્રેસ જે દેશની સૌથી મોટી પાર્ટી કહેવાતી હતી તેના પાંચ રાજ્યોમાં સુપડા સાફ થયા છે. પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં ભાજપે પૂર્ણ બહુમત મેળવી સફળતા મેળવી હતી 4 રાજ્યની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમત મળતા ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાય રહ્યો છે ત્યારે જસદણના સરદાર ચોક ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment