પોશીનાના ગણવા ખાતે અતિ જોખમી સગર્ભા માતાને આરોગ્ય શાખાની સેવાઓથી નવજીવન પ્રાપ્ત થયું

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા

    પ્રત્યેક પરિવારમાં સગર્ભામાતાની કાળજી ખુબ મહત્વની હોય છે. સગર્ભા માતાને તેની કુંખે અવતનાર બાળકના સ્વાસ્થયની ચિંતા સાથેનો અંતરનો આનંદ પણ હોય છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં અંતરિયાળ ડુંગરોમાં વસતા પ્રજાજનોમાં સગર્ભાવસ્થા અને તેની સાથે જોડાયેલ જોખમો અંગેની જાણકારી ઓછી હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન માતાને લેવાના ખોરાક અંગે ઓછી જાગૃતિ હોય છે . આ પરિસ્થિતિ નિવારવા માટે તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારિશ્રી સાબરકાઠાં દ્વારા ઓછા વજન વાળી સગર્ભામાતાઓને પોષક આહાર મળી રહે તે માટે “ લાલન પાલન “ પ્રોજેકટ પણ અમલ કરવામાં આવ્યો છે. 

  પોશીના તાલુકાના ગણવા ગામના સોનાબેન ધ્રાંગી તેમની સગર્ભાવસ્થા દરમિયાન સ્થાનિક આરોગ્ય ટીમ પાસે તપાસ કરવતા તેમનું હિમોગ્લોબિન નું પ્રમાણ શરુઆતના માસમાં ઓછું હતું. જે સાતમાં માસ આવતા સુધીમાં વધુ ઘટીને 3 ગ્રામ સુધી આવી ગયું હતું. તેઓને સ્થાનિક આરોગ્ય ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેંદ્રના તબીબની સુચનાઓ છતા પણ તેઓ સમયસર સરકારી દવાખાને તપાસ માટે આવવાં તૈયાર નહોતા થતા. 

     તા. 17 ઓકટોબરના રોજ તેઓને અને પરિવારના સભ્યોને સગર્ભામાતા અને આવનાર બાળકના જોખમ અંગે સમજાવી હિમતનગર જી.એમ.ઇ.આર.એસ ખાતે સ્ટાફ સાથે આવી ચાર બોટલ લોહી ની ચડાવતા માતાની તબિયતમાં સુધારો થયો હતો.

     તા. 23 નવેમ્બરના રોજ સોના બહેન ધ્રાંગીને પ્રસુતિ પીડા ઉપડતાં અતિ જોખમી સગર્ભામાતાઓને મળતી સેવાઓ અને યોજનાકીય જાણકારી આપી સ્થાનિક આશા કાર્યકર દ્વારા હિમતનગર જી.એમ.ઇ આર.એસ ખાતે લાવવામાં આવ્યા જ્યાં સગર્ભામાતાની સલામતી સાથે નોર્મલ પ્રસુતિ કરાવવામાં આવી.. આમ, પોશીના તાલુકા આરોગ્ય અધિકારિ ડો. ગઢવી અને તેમની ટીમની સતત દેખરેખ અને માર્ગદર્શનથી માતા- બાળક્ને નવજીવન મળ્યાનો આનંદ છે.

Related posts

Leave a Comment