હિન્દ ન્યુઝ, વલસાડ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓએ કરેલી પ્રશંસનીય કામગીરી બદલ રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાંટ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી હતી. જે અનુસંધાને વર્ષ ૨૦૨૦-૨૧માં વલસાડ જિલ્લાના તત્કાલિન કલેકટર આર.આર.રાવલની પસંદગી થતા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૦ લાખની પ્રોત્સાહક ગ્રાંટનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક રાવલે વલસાડ જિલ્લાના કલેકટર નૈમેષ દવેને જિલ્લાના વિકાસકીય કાર્યો માટે અર્પણ કર્યો હતો.