હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ તાલુકા પંચાયત કચેરીનું મકાન તોડી આ જ જગ્યા પર તાલુકા પંચાયત કચેરીનું નવુ મકાન બનાવવા માટે વલસાડ તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત કચેરીના પાછળના દરવાજા સુધીના રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરી ડાયવર્ઝન અંગેનું જાહેરનામુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર.જ્હા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ (૨૨માં)ની કલમ ૩૩ ની પેટા કલમ-૧ (બી) અન્વયે મળેલી સત્તાની રૂએ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી વલસાડ તાલુકા પંચાયત કચેરીથી જિલ્લા પંચાયત કચેરીના પાછળના દરવાજા સુધીના રસ્તા પરથી તમામ પ્રકારના વાહનોના આવન-જાવન માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી વાહન ચાલકો હવે ડાયવર્ઝન તરીકે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી થઈ ડોક્ટર હાઉસ તરફથી જઈ શકશે અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનથી વલસાડ ધરમપુર રોડ થઈ કલ્યાણ બાગ તરફ થઈ જઈ શકશે.