મેઘપર બોરીચી ખાતે ઇસ્કોન રાધા મદન મોહન મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા

હિન્દ ન્યુઝ, ભુજ

       સામાજિક ન્યાય અને અધિકારીતા,‌ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા કચ્છના મેઘપર બોરીચી ખાતે શ્રી રાધા મદન મોહન ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ઇસ્કોન મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે દેશ વિદેશમાં મંદિરની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. ઇસ્કોન મંદિર નિર્માણના દાતાઓની ઉદારતાની પ્રસંશા કરીને તેઓએ ઉમેર્યું હતું કે, ઈશ્વરની કૃપાથી જ આપણે સેવાકાર્યો કરી શકીએ છીએ. ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી વળવા સક્ષમ છે પણ જ્યારે આપણે કોઈ સારા કાર્યમાં નિમિત્ત બનીએ છીએ ત્યારે તે ઈશ્વરનો આદેશ હોય છે. કૃષ્ણનું જીવન જન જન સુધી પહોંચાડવાનું સુંદર કાર્ય ઇસ્કોન સંસ્થા કરી રહી છે તે બાબતે તેઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

      આ કાર્યક્રમમાં કચ્છ મોરબી‌ સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ આંતરરાષ્ટ્રીયકક્ષાએ ઇસ્કોન મંદિરની ખ્યાતિ અને સંસ્કૃતિ જતન માટે સંસ્થાના પ્રયાસો બિરદાવ્યા હતા.

     આ ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, પૂર્વ સાંસદ પૂનમબેન જાટ, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, અગ્રણી સર્વ રણછોડભાઈ આહિર, ભોજાભાઈ આહિર, નિતિનભાઈ, હરેશભાઈ ચોથાણી, સુરેશભાઈ ગુપ્તા, નંદલાલ ગોયલ, ઈસ્કોનના ગોપાલકૃષ્ણ મહારાજ, હર્ષગોવિંદદાસજી મહારાજ સહિત સંતો, સામાજિક આગેવાનો અને ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment