હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૦૯-૦૧-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ નં. ૧૩માં ખોડીયારનગર કે. કે. કોટેચા સ્કુલ પાસે બનતી નવી આંગણવાડી કેન્દ્રની સ્થળ મુલાકાત કરી તેમજ વોર્ડ નં. ૧૩ની વોર્ડ ઓફિસમાં ટેક્સ, બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, સ્કુલ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, લાઈબ્રેરી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિગેરે સંબંધી મુદ્દાઓની સમીક્ષા કરી હતી.
વોર્ડ નં.૧૩માં ખોડીયારનગર કે. કે. કોટેચા સ્કુલ પાસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી આંગણવાડી બનાવવામાં આવી રહી છે હાલ તેનું ફૂટીંગનું કામ ચાલુ છે. મ્યુનિ. કમિશનરએ આંગણવાડી કેન્દ્રના બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ તેની બાજુમાં આવેલ હયાત શુલભ શૌચાલયને રીનોવેટ કરવાની સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
આજની વિઝિટમાં મ્યુનિ, કમિશનર અમિત અરોરાએ નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. એચ. એમ. કોટક, આરોગ્ય અધિકારી જયેશ વકાણી, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, ICDSનાં અધિકારી તૃપ્તિબેન કામલીયા, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, ATP અંબેશ દવે અને વોર્ડ ઓફિસર પરેશ ચાવડા હાજર રહ્યા હતા.