રાજકોટ દ્વારા મનહરપર આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાલક્ષી યોજનાઓ અંગે જાગૃતિ શિબિરનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ

    રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ગત તા. ૨૩ નવેમ્બરના રોજ સખી વન સ્ટોપ સેન્ટર, રાજકોટ દ્વારા મનહરપર આરોગ્ય કેન્દ્ર ખાતે મહિલાલક્ષી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. જેમાં વ્હાલી દિકરી યોજના, સ્વાવલંબન યોજના સહિત ગુજરાત સરકારની મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ અને સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ હેલ્પલાઇન, નારી સંરક્ષણ ગૃહની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ મહિલાઓને વિવિધ એપ્લીકેશનનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સખી વન સ્ટોપ સેન્ટર અને આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Related posts

Leave a Comment