ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ

હિન્દ ન્યુઝ, રાજકોટ

     ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત વલસાડ જિલ્લાના ખેડુતોને વર્ષ ૨૦૨૪-૨૫ માટે આદિજાતિ પાવર ટીલર તેમજ કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન તથા ટ્રેક્ટર ટ્રેલર ઘટક માટે I-khedut portal પર ઓનલાઈન અરજીઓ મેળવવા માટે તા:૨૬/૧૧/૨૦૨૪ થી તા:૦૨/૧૨/૨૦૨૪ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે. જિલ્લાના તમામ ખેડુતોને આ યોજનામાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે.

પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ સબંધિત કચેરીએ મોકલવાના રહેશે.

આ અંગે વધુ જાણકારી તમારા વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી(ખેતી)/ મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

Related posts

Leave a Comment