રાજકોટ શહેર લોકડાઉન દરમિયાન પરપ્રાંતીય લોકોને તેમના વતન જવા માટે પરપ્રાંતીય મજદૂરોના નામ. ક્યાં રહે છે. અને ક્યાં જવા માંગે છે, તે તમામ માહિતી એકઠી કરી હતી

રાજકોટ,

રાજકોટ શહેર તા.૪.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ની સૂચનાથી જે.સી.પી. ખુરશીદ એહમદ તેમજ ડી.સી.પી. રવિ મોહન સૈની તથા એ.સી.પી. એચ.એલ.રાઠોડની સૂચનાથી થોરાળા પોલીસ સ્ટેશન દ્રારા મીરા ઇન્ડસ્ટ્રીયલ તેમજ આજી G.I.D.C તેમજ શ્રી.હરિ ઇન્ડસ્ટ્રીઝ તેમજ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ સિયારામ તેમજ મધુરમ ખોડિયારપરા સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય મજ઼દૂરોને પોતાના વતન જવા માટેની કરવામાં આવતી તમામ પ્રક્રિયા કરવામાં મદદરૂપ થાય. જેમાં પરપ્રાંતીય મજદૂરોના નામ, ક્યાં રહે છે, અને ક્યાં જવા માંગે છે. તે તમામ માહિતી એકઠી કરી. એસ.ડી.એમ. ચરણસિંહ ગોહિલ ને પુરી પાડવામાં આવી.

જેથી તમામ પરપ્રાંતીય મજદૂરોને તેમના વતન જવામાં સરળતા થઈ શકેલ છે. અને આ કામ માં તિરુપતિ એન્ટરપ્રાઇઝ ના માલિક શૈલેષભાઇ ગઢીયા તેમજ બાલાજી હાર્ડવેરના માલિક મહેશભાઈ પટેલ તેમજ પ્રોડ્યૂસર ફાઉન્ડરીના માલિક પરેશભાઈ પટેલની પોતાની ફેક્ટરીઓમાં કામ કરતા ઓપરેટર મિત્રો દ્રારા કુલ.૫.૦૦૦/ પરપ્રાંતીય મજ઼દૂરોની માહિતી એકઠી કરવામાં થોરાળા પોલીસને ખુબજ સાથ સહકાર મળેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment