હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરાના નિઝામપુરામાં આવેલ ન્યુ એરા સિનિયર સેકન્ડરી સ્કૂલમાં ‘આવિષ્કાર’ થીમ ઉપર સાયન્સનું પ્રદર્શન યોજાયો. વિદ્યાર્થીઓએ મુખ્યત્વે સેફ્ટી એર, વોટર, એનિમલ અને બર્ડ ના હોમ્સ, વર્ષ દરમ્યાન ની સીઝન જેવા વિષય ઉપર વિવિધ પ્રકારના મોડેલ અને પ્રયોગો રજુ કર્યા હતા.
આ સાથે પ્રદર્શન ને નિહાળવા માટે ખુબજ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. નિહાળવા આવેલ તમામ ને વિદ્યાર્થીઓ ખુબજ સારી રીતે એમના મોડેલ સમજાવતા હતા. આ સાથે સાથે વિદ્યાર્થીઓ તેમના મોડેલ ઉપર લોકોનો ફિડબેક પણ જાણતા હતા. આ પ્રદર્શનમાં ધો. ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અંદાજિત એક હજાર થી પણ વધારે વિદ્યાર્થીઓએ આમા ભાગ લીધો હતો.
રિપોર્ટર : તપન ચોકસી, વડોદરા