તારાપુર તથા ઉમરેઠની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ      જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા યોજવામાં આવતા “રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળા” અંતર્ગત આગામી તા.૧૭ એપ્રિલના ગુરૂવાર રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉમરેઠની જાગનાથ ભાગોળ ખાતે આવેલ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા તથા તા.૨૫ એપ્રિલના રોગ તારાપુરના ઈસરવાડા ખાતે આવેલ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા સવારે ૧૧:૦૦ કલાકે યોજાનાર છે.    આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ડિગ્રી, સ્નાતક, અનુસ્નાતકની લાયકાત ધરાવતા હોય અને જેઓની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોય હોય તેવા રોજગાર મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ તેઓના ઓછામાં ઓછા ૦૫ બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની નકલ…

Read More

રાજ્યના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય એટલે માનવ કલ્યાણ યોજના

હિન્દ ન્યુઝ, આણંદ  ગુજરાત સરકારના કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગની કચેરીના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત અમલીકૃત માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતના આર્થિક નબળા વર્ગના લોકોને સહાયભૂત થવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે.     આ યોજના હેઠળ ૧૦ પ્રકારની ટ્રેડના કારીગરોને (અથાળા બનાવટ કિટ, ઈલેકટ્રીક એપલાયન્સીસ રીપેરીંગ કીટ,દૂધ દહી વેચનાર કિટ, પંચર કિટ, પાપડ બનાવટ કિટ, બ્યુટી પાર્લર કિટ,ભરતકામ કિટ,વાહન સર્વિસીંગ અને રીપેરીંગ કીટ, સેન્ટ્રીંગ કામ કીટ)આવરી લેવામાં આવેલ છે. આ યોજના હેઠળ બી.પી.એલ/શહેરી સુવર્ણ જયંતી કાર્ડ તેમજ ઓછી આવક ધરાવતા કુટુંબના લોકોને સાધન/ઓજાર સહાય માટે અગ્રતા…

Read More

પનીર તથા ઘીનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા ૭ એકમોને દંડ ફટકારતા આણંદના એડજ્યુડીકેટીંગ ઓફિસર ત્રૂતુરાજ દેસાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદની ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ એકમોના પનીર તથા ઘી ના નમૂના લેવામાં આવ્યા હતા.જે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાતા એડજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર,આણંદ દ્વારા આવા ૭ એકમોને દંડ કરવામાં આવ્યો છે.      જે મુજબ કપીલ ચેતનદાસ અડવાણી, રાજમાર્ગ રોડ, આણંદ, પ્રેહામ રીટેઈલ એલ.એલ.પી, રાજમાર્ગ રોડ, આણંદ, મનોજ એસ.શર્મા, નાના ચીલોડા ટુ ગિફટ સીટી રોડ, વલાદ, ગાંધીનગર વગેરે પેઢીના ફૂડ એનાલીસ્ટનાં રીપોર્ટ મુજબ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અને તે અન્વયેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન-૨૦૧૧ મુજબ પનીરના નમૂના…

Read More

भारत सरकार के अधिकारियों द्वारा दीव के प्राधिकारियों हेतु गुणवत्‍ता मानकों के संबंध में संवेदीकरण प्रशिक्षण कार्यक्रम

हिन्दन्यूज़, दीव      भारतीय मानक ब्‍यूरो राजकोट शाखा कार्यालय, उपभोक्‍ता मामले, खाद्य एवं सार्वजनिक वितरण मंत्रालय, भारत सरकार के अधिकारियों द्वारा दीव के प्राधिकारियों हेतु गुणवत्‍ता मानकों के संबंध में संवेदीकरण प्रशिक्षण कार्यक्रम का समाहर्तालय सभागार, दीव में आयोजन किया गया जिसमें दीव के सभी संबंधित विभागों के अधिकारी एवं कर्मचारीगण उपस्थित रहे ।  गौरतलब है कि यह प्रशिक्षण कार्यशाला उपभोक्‍ता मामले, खाद्य एवं सार्वजनिक वितरण मामलों में भारत सरकार के भारतीय मानक ब्‍यूरो द्वारा निर्धारित गुणवत्‍ता मानकों को सुनिश्चित करने के बारे में सरकारी अधिकारियों एवं कर्मचारियों में…

Read More

“બોટાદ ખાતે કૃષિ પ્રગતિ” એપના ઉપયોગ અંગે વર્કશોપ યોજાયો

   તા. 15-04-2025 પ્રેસ નોટ- 277 હિન્દ ન્યુઝ, બોટાદ                વર્તમાન ટેકનોલોજીના યુગમા દેશમાં દરેક ક્ષેત્રે રોજિંદા ધોરણે અવનવા સંશોધનો થઇ રહ્યા છે તથા AI ના યુગમાં મોબાઇલ ફોનની પહોંચ દેશના લગભગ દરેક વ્યક્તિનાં હાથવગી થઇ રહી છે ત્યારે કૃષિક્ષેત્ર પણ અન્ય ક્ષેત્રો સાથે કદમતાલ મિલાવી રહ્યુ છે. ગુજરાત રાજ્યનાં ખેડુતોએ હાલપર્યંત સુધી મશીનરી ક્ષેત્રે થયેલ પ્રગતિને ખુલ્લા હાથે અપનાવી છે, પરંતુ ગુજરાત રાજ્ય ત્રણ બાજુએથી સમુદ્રથી ઘેરાયેલુ હોઇ વારંવાર થતી કુદરતી આફતો સામે ખેડુતો લાચાર હતા. જેને સરકારે ખુબ જ ગંભીરતાથી લઇ ત્વરાથી…

Read More

બોટાદ જિલ્લામાં પશુઓને ખરવા-મોવાસાથી બચાવવા FMD રસીકરણ ૩૦-૦૪-૨૦૨૫ સુધી કરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ      નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ પશુઓમાં ખરવા-મોવાસા રસીકરણની કામગીરી શરૂ છે. જે ૩૦ એપ્રિલ સુધી કરવામાં આવશે,જે અંતર્ગત બોટાદ જિલ્લાનાં પશુપાલન વિભાગ દ્વારા બોટાદના લાઠીદડ, રોજીદ, બરવાળા, ખોખરનેસ રાણપુર, રાજપરા રાણપુર,વનાળી ગઢડા, નાની વાવડી રાણપુર, રતનપરના ગામોમાં પશુપાલકોના ઘરે-ઘરે જઈને નિ:શુલ્ક રસીકરણ કરવામાં આવ્યું હતું ખરવા-મોવાસા એક વાયરલ રોગ છે, જે સામાન્ય રીતે શિયાળામાં અને ઉનાળામાં વધુ જોવા મળે છે, જેમાં પશુને તાવ આવે છે અને મોં અને પગ પર ફોલ્લીઓ થાય છે, જે પાછળથી ચાંદામાં ફેરવાય છે. આનાથી પશુને ખાવા-પીવા અને ચાલવામાં તકલીફ…

Read More

પતિ–પત્નીના ઝગડાનું સુખદ સમાધાન કરાવી પરિવાર માટે આશીર્વાદરૂપ બનતી જામનગર ૧૮૧ અભયમની ટીમ 

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગરમાં એક સજ્જન મહીલા દ્વારા ૧૮૧ અભયમ પર ફોન કરી જણાવેલ કે, એક અજાણી મહિલાનો તેના પતિ સાથે ઝઘડો થતાં તે ઘર છોડી નીકળી ગયા છે અને પોતાના વતન પરત જવા માંગે છે આ મહિલાને મદદની જરૂર જણાતા તુરંત જ ફરજ પરના કાઉન્સેલર શિલ્પાબેન રાઠોડ, મહીલા પોલીસ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીત સિંહ વાઘેલા સ્થળ પર પહોચ્યા હતા.  ૧૮૧ અભયમની ટીમે આ મહીલાને સાંત્વના આપ્યા બાદ સમજાવ્યું હતું કે, ગુસ્સામાં ઘર છોડી નિકળી જવું એ સમસ્યાનું સમાધાન નથી. બાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે, તેઓ મધ્યપ્રદેશનાં વતની…

Read More

જામનગર તાલુકાના ઠેબા, મોટા થાવરીયા તથા સુવરડા ગામે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લોક સંપર્ક યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર તાલુકાના ઠેબા, મોટા થાવરીયા તથા સુવરડા ગામે રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લોકસંપર્ક યોજાયો હતો. મંત્રીએ આ ગામો ખાતે લોકસંપર્ક યોજી ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા. તેમજ તેઓની રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્કમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆતો મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી. ગ્રામજનોના પ્રશ્નો સાંભળી તેના નિવારણ…

Read More

ભાવનગર મહાનગરપાલિકા સહિતના વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીને મળેલ અધિકારની રૂઈએ ઉક્ત હુકમ કર્યો છે. જેમાં લોકોને શુધ્ધ પ્રદુષણરહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો, પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો અમલ કમિશનર,મહાનગરપાલિકા-ભાવનગર, મુખ્ય,કારોબારીઅધિકારી-ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ-ભાવનગર, પ્રાદેશિક અધિકારીશ્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-ભાવનગર, નિર્દિષ્ટ અધિકારીશ્રી…

Read More

ડિપ્લોમા, આઇ.ટી.આઇ., સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારીની ઉમદા તક

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૭ એપ્રિલ,૨૦૨૫ને ગુરુવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે ડૉ. આંબેડકર ભવન, એસ. ટી. બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડિપ્લોમા, આઇ.ટી.આઇ., સ્નાતક તેમજ ૧૦ પાસ, ૧૨ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૭ એકમ (કંપની)માં બ્રાન્ચ મેનેજર, આસી. બ્રાન્ચ મેનેજર, હેલ્પર, ક્લાઈન્ટ રિલેશનશીપ ઓફિસર, સેલ્સ એક્સિક્યુટિવ, રિસએપ્સનીસ્ટ, માર્કેટિંગ પર્સન, ક્રેન ઓપરેટર, વર્કશોપ ઓપરેટર, કોપ, બોઈલર ઓપરેટર વગેરે જગ્યાઓ ભરવાની છે.  નિયત કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫…

Read More