હિન્દ ન્યુઝ, તાલાલા એચઆઇવી ચેપના ફેલાવાને કારણે થતા એઇડ્સ રોગચાળા વિશે જાગૃતિ લાવવા અને આ રોગથી મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કરવા માટે ૧લી ડિસેમ્બરના દિવસે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી અને અધિક્ષક તાલાલાના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. ૧લી ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસના અનુસંધાને આઈ.સી.ટી.સી સેન્ટર તાલાલા દ્વારા જી.એચ.સી.એલ ફાઉન્ડેશન વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, તાલાલા ખાતે એચ.આઈ.વી/એઈડ્સ અંગેનો સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં એઈડ્સ હ્યુમન ઈમ્યુનો ડેફિસિએન્સી વાયરલ (HIV)ના સંક્રમણથી…
Read MoreDay: December 1, 2024
જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે ગાર્ડન ડેવલપમેન્ટ એન્ડ અધર ડેવલપમેન્ટ વર્કનો ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય અને કલેકટર સહિત અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ગાર્ડન ડેવલપમેન્ટ એન્ડ અધર ડેવલપમેન્ટ વર્કનો ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ખાતમૂહુર્તની પૂજા સંપન્ન કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, ગીર સોમનાથના નગરજનોને હરવા-ફરવા માટેનું મનોરમ્ય સ્થળ મળી રહે તે માટે ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે અંદાજિત રૂ.૭૬ લાખના ખર્ચે સુવિધાસભર ગાર્ડન વિકસિત…
Read Moreગાંધીધામ તાલુકાના મચ્છુનગર સ્મશાન પાસેના પુલથી ફાટક થઇને કંડલા પોર્ટ તરફ જતા રસ્તા પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર સંપૂર્ણ પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગાંધીધામ નાયબ મુખ્ય ઈજનેર, ગતિશકિત, અમદાવાદ વિભાગ પશ્ચિમ રેલ્વે ધ્વારા એલ.સી. નં.૨૩૫ ખાતે આર.ઓ.બી.ના બાંધકામ અન્વયે એલ.સી.નં. ૨૩૫વાળો રસ્તો બંધ કરી ભારે વાહનોના ડાયવર્ઝન બાબતેની રજુઆત અત્રે મળેલ હતી. જેને અનુસંધાને પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ. ગાંધીધામ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અંજાર મારફત તપાસ કરાવતા મચ્છુનગર સ્મશાન પાસેના પુલથી ફાટક થઈને આઈ.ઓ.સી.એલ./બી.પી.સી.એલ./એચ.પી.સી.એલ ઓઈલ ટર્મીનલ થઈ કંડલા પોર્ટ તરફ જતો રસ્તો ભારે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત કરી એલ.સી. નં. ૨૩૫ની બાજુમાં નાના વાહનો માટે વૈકલ્પિક રસ્તો બનાવી તેનો ઉપયોગ કરવા તથા ભારે વાહનો માટે કંડલા આવવા-જવા માટે નેશનલ…
Read Moreવડોદરા જિલ્લા પંચાયતના આઈસીડીએસ શાખા દ્વારા “ભૂલકા મેળો ૨૦૨૪” યોજાયો
હિન્દ ન્યુઝ, વડોદરા તા.૩૦/૧૧/૨૦૨૪ ના રોજ આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત દ્વારા વાઘોડિયા ખાતે જિલ્લા કક્ષાના”ભૂલકા મેળો ૨૦૨૪” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે શીખવાની જરૂરી વસ્તુઓ જેવી કે ટ્રેનિંગ લર્નિંગ મટીરિયલ્સ આંગણવાડી કાર્યકર દ્વારા બનાવીને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તેમજ આંગણવાડીના ભૂલકાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત મહેમાન સૌને ખુશ કરી દીધા હતા. આ સાથે પીએસઈ દ્વારા પણ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ મેળામાં ભાગ લેનાર સૌને પ્રોત્સાહન માટે ભેટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપી…
Read Moreસાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં સરસ મેળાનો શુભારંભ
હિન્દ ન્યુઝ, સાળંગપુર બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર અને ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તેના હસ્તે શ્રી કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં સરસ મેળાનો શુભારંભ સખીમંડળની બહેનોને આત્મનિર્ભર બનાવવા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (ગુજરાત સરકાર) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ દ્વારા ભવ્ય આયોજન હસ્તકલા, હેન્ડલૂમ, વાંસની બનાવટ, મરી-મસાલા, અન્ય ફૂડ પ્રોડક્ટ્સ, લેધર પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક ખેતી કરતા મહિલા ખેડૂત દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખાદ્ય પ્રોડક્ટ્સ સહિતની વસ્તુઓ સરસ મેળા ખાતે ઉપલબ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતેના પ્રાંગણમાં તા.29-11-24 થી તા.08-12-24 સુધી કુલ 10 દિવસ માટે મેળો ચાલશે.
Read Moreસુરત જિલ્લાના મહુવા ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને “THINK,BEFORE YOU CLICK ” સાયબર જાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લાને સાયબર સેફ બનાવવા અને પ્રજાજનોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે સુરત ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારીની કચેરીના સહયોગથી સુરત જિલ્લાના મહુવા સ્થિત ઉકા તરસાડીયા યુનિવર્સિટીના માલિબા કેમ્પસમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને “THINK,BEFORE YOU CLICK ” સાયબર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ યુગએ વિશ્વને મળેલી એક મોટી ભેટ છે, પરંતુ તેના પ્રતિકૂળ પ્રભાવ પણ રહેલો છે. તેમણે…
Read Moreઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કમિટી અને NDRF ના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ સેફ્ટી કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ઓલપાડ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિ અને NDRF ટીમના ઇન્સ્પેક્ટર ભરતકુમાર મૌર્યના માર્ગદર્શન હેઠળ સ્કૂલ સેફ્ટી કાર્યક્રમ યોજાયો. જેમાં કુલ ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ ડો. ભરતકુમાર જી. પટેલ અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારી (DPO) શ્રી કૌશિક પોરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે જિલ્લામાં અચાનક આવી પડતી આપત્તિઓ તથા આપત્તિ સમયે લેવાના તકેદારીના પગલાં અને તેના માટે ઉપલબ્ધ વિવિધ પ્રશાસન તેમજ એન. ડી. આર. એફ.ના…
Read Moreજિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવના આયોજન અર્થે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત રાજયના ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી યોજનાઓ અંગેની જાણકારી મળી રહે તેવા હેતુ આગામી તા.૬/૧૨/૨૦૨૪ અને તાઃ૭/૧૨/૨૦૨૪ના રોજ બે દિવસીય કૃષિ મહોત્સવનું જિલ્લાના નવ તાલુકા મથકોએ તાલુકાકક્ષાના રવિ કૃષિ મહોત્સવો યોજાશે. જેના આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ તમામ તાલુકાકક્ષાએ નોડલ અધિકારીની નિમણુંક, પદાધિકારીઓને આમંત્રણ, સ્થળ પસંદગી, ખેડુતોના સ્ટોલ સહિતની વ્યવસ્થા સુનિશ્વિત કરવા…
Read Moreમાંગરોળ તાલુકાના કિમ ખાતે બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લેતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ
હિન્દ ન્યુઝ, માંગરોળ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માંગરોળ તાલુકાના કિમ ખાતે બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને ૧૯ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલી સ્લેબ ફેક્ટરીમાં થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટરશ્રી વિવેક ગુપ્તાએ કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીને ફેક્ટરીની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા. રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનમાં ટ્રેક સ્લેબ મહત્વનું કોમ્પોનન્ટ હોય છે. જેના પર ટ્રેનના પાટા ફીટ થતા હોય છે. આ સ્લેબ જાપાનીઝ ટેકનોલોજીથી ખૂબ ચીવટથી બનાવવામાં આવે છે.…
Read Moreરાજકોટ ખાતે હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતિ સેમિનાર કાર્યક્ર્મ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી માટે કરવામાં આવેલા અભિયાનના ભાગરૂપે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતિ સેમિનાર કાર્યક્ર્મ યોજાયો હતો. બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી ઉપલેટા અને ધોરાજી આયોજિત જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાના સ્ટાફ દ્વારા કુલ ૧૭૬ આંગણવાડી વર્કર બહેનોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આંગણવાડી વર્કર બહેનોને કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાયત પ્રતિબંધ ફરિયાદ નિવારણ અધિનિયમ ૨૦૧૩ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં શી બોક્સ(She box)પોર્ટલ પર ઓનલાઇન કંપલેઇન્ટ…
Read More