હિન્દ ન્યુઝ, સાળંગપુર
બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર અને ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તેના હસ્તે શ્રી કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં સરસ મેળાનો શુભારંભ
સખીમંડળની બહેનોને આત્મનિર્ભર બનાવવા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (ગુજરાત સરકાર) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ દ્વારા ભવ્ય આયોજન
હસ્તકલા, હેન્ડલૂમ, વાંસની બનાવટ, મરી-મસાલા, અન્ય ફૂડ પ્રોડક્ટ્સ, લેધર પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક ખેતી કરતા મહિલા ખેડૂત દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખાદ્ય પ્રોડક્ટ્સ સહિતની વસ્તુઓ સરસ મેળા ખાતે ઉપલબ્ધ
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતેના પ્રાંગણમાં તા.29-11-24 થી તા.08-12-24 સુધી કુલ 10 દિવસ માટે મેળો ચાલશે.