હિન્દ ન્યુઝ, વડોદરા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર્યા બાદ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક દિવસને ધ્યાનની વાર્ષિક અને વૈશ્વિક ઉજવણીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જેમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટેના તેના પરિવર્તનકારી લાભ તેમજ શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવાની તેની ક્ષમતાની ઓળખાણ કરાવે છે. ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. પ્રધાનમંત્રી શ્રી…
Read MoreMonth: December 2024
અમદાવાદ ખાતે આયોજિત પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લેતા મુખ્યમંત્રી
હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના નેજા હેઠળની નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) દ્વારા અમદાવાદ ખાતે આયોજિત પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીના વરદ્હસ્તે આ અવસરે NAREDCO Gujarat Mahi તથા NAREDCO Gujarat NextGenનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, NAREDCOના હોદ્દેદારો તથા રિઅલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ અવસરે એફોર્ડેબલ હાઉસિંગનો અર્થ સમજાવતાં જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં દરેક લોકોને માથે છત મળે તે ધ્યેય સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાને પ્રાથમિકતા આપી છે. મુખ્યમંત્રીએ આ સાથે…
Read Moreविश्वविद्यालय सिर्फ शिक्षा का केंद्र नहीं, बल्कि वह तीर्थ स्थल है
हिन्द न्यूज़, पंजाब किसी भी शैक्षणिक संस्थान के लिए उसके पूर्व छात्र उसकी सबसे बड़ी संपदा होते हैं। विश्वविद्यालय सिर्फ शिक्षा का केंद्र नहीं, बल्कि वह तीर्थ स्थल है जहां से छात्र अपने जीवन की दिशा तय करते हैं। पंजाब विश्वविद्यालय, चंडीगढ़ के पांचवें वैश्विक पूर्व छात्र सम्मेलन में पूर्व छात्रों को प्रेरित करते हुए कहा कि, आप सभी ने इस विश्वविद्यालय में अध्ययन कर अपने-अपने कार्यक्षेत्र में कीर्तिमान स्थापित किए हैं। आज आप जो प्रेरणा बनकर यहां आए हैं, उसका लाभ वर्तमान में अध्ययनरत छात्रों को अवश्य…
Read Moreઅમદાવાદ ખાતે પુનઃ વસવાટ માટે વાર્ષિક પરિસંવાદ યોજાયો
હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદના સાણંદ ખાતે પૂર્વ સૈનિક, સ્વર્ગસ્થ સૈનિકોનાં ધર્મપત્નીઓનું કલ્યાણ અને પુનઃ વસવાટ માટે વાર્ષિક પરિસંવાદ યોજાયો શહીદ થયેલા વીર જવાનોના ૬ પરિવારોનું સાણંદ ખાતે સન્માન કરવામાં આવ્યું
Read Moreજસદણ તાલુકાના બાખલવડ ગામમાં આવેલા આલણસાગર ડેમ ખાતે નાની સિંચાઇ યોજના અંતર્ગત લોકાર્પણ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામમાં આવેલા આલણસાગર ડેમ ખાતે નાની સિંચાઇ યોજના અંતર્ગત રૂ. ૭૦ લાખના ખર્ચે નવનિર્મિત ઇન્સ્પેકશન બંગલાનું લોકાર્પણ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જસદણ પંથકની જીવાદોરી સમાન આલણસાગર તળાવના નીરનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યું હતું તેમજ તેમણે ડેમ અને કચેરીની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા હતાં. હાલ જસદણ-વિંછીયા પંથકમાં કેનાલો પાકી બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ નળ સે જળ, સૌની વગેરે જેવી અનેક યોજનાઓના અમલીકરણથી પીવાનું પાણી અને…
Read Moreરાજકોટ ખાતે કાર્યકર બહેનોને વિશિષ્ટ તાલીમ આપવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ આઇ.સી.ડી.એસ. વિભાગની આંગણવાડી ખાતેની પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પોષણ અને વિશેષ અભિયાનગત કામગીરી સંદર્ભે આંગણવાડી કાર્યકર બહેનોને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં આંગણવાડી વર્કરોને તાલુકાવાઈઝ “પૂર્ણા સખી સહ સખી મોડ્યુલ” અંગે તાલીમ આપવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા ખાતે ૨૦ ડીસેમ્બરે આઈ.સી.ડી.એસ. વિભાગના આંગણવાડી વર્કર બહેનોને ૨ દિવસની “પૂર્ણા સખી સહ સખી” મોડ્યુલ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં “સંકલ્પ” હબ ફોર અમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજનાની ટીમ દ્વારા બાલિકા પંચાયતની કામગીરી વિશે પી.પી.ટી. તેમજ બાલિકા પંચાયત માર્ગદર્શિકા દ્વારા વિસ્તૃત સમજૂતી…
Read Moreરાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની દેવપરા માધ્યમિક શાળાનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની દેવપરા માધ્યમિક શાળાના રૂ. ૧૮૦ લાખના ખર્ચે બાંધકામ કરેલા નવીન ભવનનું લોકાર્પણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આ શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ૫(પાંચ) નવા વર્ગખંડોનું બાંધકામ કરાયું છે. હાલ શાળામાં ધો. ૯ અને ધો. ૧૦ના કુલ ૩૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં કમ્પ્યુટર લેબ, લેબોરેટરી અને લાઈબ્રેરી, બહેનો-ભાઈઓના અલગ શૌચાલય, વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. વરસાદી પાણીનો ભૂગર્ભ જળસંચય થઈ…
Read Moreએગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા પ્રોજેક્ટ) તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજયભરમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાના આશયથી એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા પ્રોજેક્ટ) તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત તરઘડિયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે સમજણ આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના અંદાજે ૬૦૦ જેટલા ખેડૂતોએ આ પરિસંવાદમાં હાજર રહીને પ્રાકૃતિક કૃષિ અંગેની મહત્વની જાણકારી મેળવી હતી. ખેડૂતોના સ્ટોલ તેમજ કૃષિ વિભાગના સ્ટોલનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત પ્રદર્શન રાખવામાં આવ્યું…
Read Moreસોમપીપળીયા ગામમાં આવેલા પૌરાણિક ઘેલા સોમનાથ મંદિરના વિકાસકાર્યો અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી
હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામમાં આવેલા પૌરાણિક ઘેલા સોમનાથ મંદિરના વિકાસકાર્યો અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ તકે કેબિનેટ મંત્રીએ ઘેલા સોમનાથ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વધુ આકર્ષક બનાવવા સૂચનાઓ આપી હતી. તેમજ મંદિરની આજુબાજુના વિસ્તારની મુલાકાત લઈને અને નકશાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવા, નદીકિનારે ઘાટ બનાવવા, યાત્રાળુઓના રહેવા-જમવાની સુવિધાઓમાં વધારો કરવા સહિતની બાબતો વિશે માર્ગદર્શન પૂરું…
Read Moreરાજકોટ શહેર-૨ના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, રાજકોટ કલેકટર પ્રભવ જોશીના આદેશથી અને આસિસ્ટન્ટ કલેકટર રાજકોટ શહેર-૨ના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે આવેલ સરકારી ખરાબાના સર્વે નંબર ૨૮૧ માં આવેલ આશરે ૪૨૦૦ ચો.મી.જમીનમાં ઔદ્યોગિક એકમોનું થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ જમીનની અંદાજીત બજાર કિંમત રૂ.૬.૫ કરોડની હોવાનું જણાયું છે. મામલતદાર જી.બી.જાડેજા તથા નાયબ મામલતદાર દબાણ હિતેન્દ્રસિંહ ચુડાસમા, સર્કલ ઓફિસર સંજયભાઈ રૈયાણી દ્રારા ક્લાર્ક શક્તિસિંહ જાડેજા અને રેવન્યુ તલાટી અમિત બાવળિયા અને પોલીસ બંદોબસ્ત સાથે ૪૨૦૦ ચો. મી. જમીન પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
Read More