હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના નેજા હેઠળની નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) દ્વારા અમદાવાદ ખાતે આયોજિત પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીના વરદ્હસ્તે આ અવસરે NAREDCO Gujarat Mahi તથા NAREDCO Gujarat NextGenનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, NAREDCOના હોદ્દેદારો તથા રિઅલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ અવસરે એફોર્ડેબલ હાઉસિંગનો અર્થ સમજાવતાં જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં દરેક લોકોને માથે છત મળે તે ધ્યેય સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાને પ્રાથમિકતા આપી છે. મુખ્યમંત્રીએ આ સાથે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં સૌને સહભાગી થવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ વધુમાં વડાપ્રધાન દ્વારા વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતના કરેલા નિર્ધારમાં સૌને જોડાવા આહવાન કર્યું હતું, જેનો ત્વરિત પ્રતિસાદ આપતાં NAREDCOએ પાંચ હજાર પોષણ કિટની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીએ NAREDCO પ્રોપર્ટી ફેસ્ટમાં વિવિધ રીઅલ એસ્ટેટ ગ્રૂપના સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને 360° ડિગ્રી અમદાવાદનો શો નિહાળ્યો હતો.
