હિન્દ ન્યુઝ, મહીસાગર રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણાની ભાવના વધુ સુદૃઢ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વ્યક્તિગત સેવાઓ લોકોને તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તા. ૧૭ સપ્ટેમ્બરથી મહીસાગર જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમના દસમા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજ રોજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલની પ્રેરક ઉપસ્થતિમાં કડાણા તાલુકાના કરવાઈ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ…
Read MoreDay: October 4, 2024
મહીસાગર જિલ્લા સેવ સદન ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ બે એમ્બ્યુલન્સ લીલી ઝંડી આપી
હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે આરોગ્યની વિશેષ સવલતો સુદ્ર્ઢ કરવા અર્થે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ બે એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સરકાર દ્વારા મહીસાગર જિલ્લામાં આરોગ્યને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે નવી એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી. આ નવી એમ્બ્યુલન્સ મળવાથી આજુબાજુના વિસ્તારના ગામલોકોની આરોગ્યની સુવિધામાં વધારો થશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, નિવાસી અધિક કલેકટર સી વી લટા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલ સહિત આરોગ્ય વિભાગમાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : જયેશ ડામોર, મહીસાગર
Read More