હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાની જાંબુડા ગ્રામ પંચાયત ખાતે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સખી ટોક શો નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાનમાં મહિલાઓને જોડાવવા માટે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જાગૃતિલક્ષી સંદેશ આપતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા એ આપણા જીવનની પાયાની જરૂરિયાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો એક ભાગ છે સ્વચ્છતા, ત્યારે તેમના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માત્ર દેશને સ્વચ્છ રાખવાનો નહીં પરંતુ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા, રોજિંદા જીવનમાં સ્વચ્છતાના આચરણને મહત્વ…
Read MoreDay: October 1, 2024
જામનગર શહેરના વોર્ડ નં.૬ માં વિવિધ વિકાસ કાર્યોનું કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર શહેરના વોર્ડ નં.૬ માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ખાતમુહૂર્તના કામો જેમાં જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણ પામનાર વોર્ડ નં. ૬ માં ઢીંચડા ગામ પાસે આવેલ યોગેશ્વરધામ સોસાયટીમાં તથા સમર્પણ હોસ્પિટલ થી બેડીબંદરને જોડતા રીંગ રોડથી ઢીંચડા ગામ જવા સાટે સ્લેબ ડ્રેઈન / પાઈપ ડ્રેઈન / માઈનોર બ્રીજ તથા સંલગ્ન સી.સી. રોડની રકમ રૂ.૯૦ લાખ ૮૨ હજારના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત પુષ્પક પાર્ક-૨…
Read Moreજામનગરના આરોગ્ય કર્મચારીની વિશિષ્ટ સેવાને બિરદાવવામાં આવી
હિન્દ ન્યુઝ, જામનગરના જિલ્લા પંચાયત જામનગરના આરોગ્ય વિભાગના વોટસએપ ગ્રુપમાં દરેડ વિસ્તારમાંથી અતિ જોખમી પરિસ્થિતિમાં રહેલી સગર્ભા માતાને AB+ બ્લડ ગ્રુપની જરૂરિયાત હોય તેવી જાણ કરવામાં આવી હતી. આ મેસેજ મળતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીઠડના કર્મચારી શ્રી નરેન્દ્રસિંહ ઝાલાએ પોતાના પીએચસીના ગ્રુપમાં તાત્કાલિક રીતે જાણ કરી હતી. જેમાં રસનાળ સબ સેન્ટરમાં એમ.પી.એચ.ડબ્લ્યુ. (MPHW) તરીકે ફરજ બજાવતા કર્મચારી શ્રી રાજ લક્ષમણભાઈ ગોગારાએ પોતાને AB+ બ્લડ ગ્રુપ છે તેવું જણાવેલ અને બ્લડ ડોનેટ કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી. જે અંગે જોડીયા તાલુકા આરોગ્ય અધિકારી ડો.સોમૈયા અને ડો.અલ્તાફની આગેવાની હેઠળ તાત્કાલિક ધોરણે…
Read Moreપોલીસદળમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા નિવાસી તાલીમ વર્ગોનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪- ૨૫ દરમ્યાન પોલીસ દળ/આર્મી/એરફોર્સ/નેવી/અર્ધલશ્કરી દળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક/માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતગર્ત આગામી સમયમાં પોલીસદળમાં થનાર ભરતી માટે યુવાનો પોલીસ ભરતીમાં પાસ થઈ તેમના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન ટુંક સમયમાં કરવામાં આવશે. આ તાલીમમાં જોડાવવાં ઈચ્છુક જામનગર જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી- જામનગરને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક,…
Read More