હિન્દ ન્યુઝ, રાજકોટ    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે હાલ, રાજકોટ ઝોનની વિવિધ નગરપાલિકાઓમાં સઘન સ્વચ્છતા ચાલી રહી છે. આ સાથે ‘સ્વભાવ સ્વચ્છતા તથા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં સી.ટી.યુ.માં સઘન સ્વચ્છતા થકી મુખ્યબજાર તેમજ અન્ય વિસ્તારોની રોનક બદલાઈ ગઈ છે. મહત્વનું છે કે, સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ ગ્રામ, નગર, મહાનગરોમાં સી.ટી.યુ. એટલે કે ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ્સ નક્કી કરવામાં આવ્યા છે. આ એવા…

Read More

ગોંડલ નગરપાલિકા સહિત જનભાગીદારીના પરિણામે શહેર ગંદકીમુકત

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. આગામી તારીખ ૩૧ ઓક્ટોબર સુધી યોજાનાર આ અભિયાનને ઠેર ઠેર જન પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગોંડલના રસ્તાઓ ચોખ્ખા કરવામા આવ્યા છે. ગોંડલ નગરપાલિકા સહિત જનભાગીદારીના પરિણામે શહેર ગંદકીમુકત થયુ છે. નગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે કાર્યક્રમો યોજવા ઉપરાંત સ્વચ્છતા અભિયાન હાથ ધરી ગંદકી સાફ કરવામાં આવી રહી છે. અભિયાનમાં નગરપાલિકાના કર્મચારીઓ સાથે લોકો પણ સામૂહિક રીતે જોડાઈ રહ્યા છે. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનમાં…

Read More

ખાનગી હોસ્પિટલમાં થતુ ૭,૦૦,૦૦૦ ( સાત લાખ) સુધીનું આ ઓપરેશન રાજ્ય સરકારના કાર્યક્રમ અંતર્ગત તદ્દન વિનામૂલ્યે

હિન્દ ન્યુઝ, રાજકોટ     RBSK ટીમ દ્વારા છાસિયા ગામની પ્રાથમિક શાળામાં બાળકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું, ટીમના ડો.ગૌતમ મકવાણા અને ડો. હિરલ ઠુંમરે આ બાળકનું તા. ૦૧/૦૧/૨૦૧૮ના રોજ સ્ક્રિનિંગ કરતા હૃદયમાં ખામી જણાતા જયદીપને પી.ડી.યુ.હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત રાજકોટ ખાતેથી સંદર્ભ કાર્ડ ભરી યુ.એન. મહેતા હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો. યુ.એન.મહેતા હોસ્પિટલના નિષ્ણાંત તબીબોએ બાળકને કોરોનરી હાર્ટ ડિસિઝ અને ટેટ્રોલોજી ઑફ ફેલોટ હોવાનું નિદાન કર્યું અને તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી. શાળા આરોગ્ય-આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત તમામ સારવાર અને સર્જરી સરકાર તરફથી મફત કરવામાં આવશે…

Read More

૨૧ ઓકટોબરના રોજ ‘‘વિશ્વ આયોડીન ડેફિસિયન્સી ડે’’ (વિશ્વ આયોડીન ઉણપ દિવસ)

હિન્દ ન્યુઝ, રાજકોટ     વિશ્વમાં દર વર્ષે ૨૧ ઓકટોબરના રોજ ‘‘વિશ્વ આયોડીન ડેફિસિયન્સી ડે’’ (વિશ્વ આયોડીન ઉણપ દિવસ) મનાવવામાં આવે છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને આ દિવસ ઉજવાયો હતો.     રાજકોટ જિલ્લાના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૨-અર્બન આરોગ્ય કેન્દ્રો, અને ૨૯૩-આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે તેમજ શાળાઓમાં કાર્યક્રમ, જાહેર સ્થળોએ બેનર, પોસ્ટર, પેમ્ફલેટ માઇક દ્વરા પ્રચાર પ્રસાર, તેમજ સોશ્યલ મીડીયા દ્વરા “વિશ્વ આયોડીન ડેફિસિયન્સી ડે”નો પ્રચાર-પ્રસાર કરી લોકજાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો.    …

Read More

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિગ્નલ સાથે ૧૦૮ સહિતની જી.પી.એસ. ધરાવતી ઈમરજન્સી સેવા

હિન્દ ન્યુઝ, રાજકોટ     ઇમર્જન્સીમાં મદદરૂપ બનતી ૧૦૮ એમ્બ્યુલન્સને સ્થળ પર પહોંચવા શહેરના મુખ્ય ચોકમાં ટ્રાફિક સિગ્નલ પર લાગતો વધારાનો સમય હવે દૂર થશે. રોડ સેફટી મિટિંગમાં આ અંગે ૧૦૮ ના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ચેતન ગાધેએ ટ્રાફિક સિગ્નલ ૧૦૮ એમ્બ્યુલન્સ માટે ખુલી જાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને આ અંગે વિચાર રજુ કરતા ટ્રાફિક સિગ્નલ વિભાગના અધિકારીઓ દ્વારા ટેક્નિકલ સપોર્ટ અંગે ચકાસણી કરવા જણાવ્યું હતું.      સૌ પ્રથમ રૈયા ચોક તેમજ ત્રિકોણ બાગ ખાતે આ પ્રેક્ટિસ કરાશે. ૧૦૮ એમ્બ્યુલન્સ સિગ્નલના ૫૦૦ મીટરના એરિયામાં પ્રવેશતા જ સિગ્નલ ગ્રીન થઈ જશે.…

Read More

વાહન અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે રોડ એન્જીનીયરીંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ ને ત્વરિત કામગીરી કરવા સંલગ્ન વિભાગના અધિકારીઓને સૂચના અપાઈ

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ અને વાહન અકસ્માત નિવારણ અર્થે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના અધ્યક્ષસ્થાને અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર રોડ સેફટી કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી ઓફિસમાં ટુ વ્હીલર પર આવતા કર્મચારીઓ હેલ્મેટની પહેલ કરે તે અંગે સૂચના આપી હતી, તેમજ રાજકોટ શહેર તેમજ શહેરને જોડતા હાઇવે પરના બ્લેક સ્પોટ પર વાહન અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે રોડ એન્જીનીયરીંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ અર્થે ત્વરિત કામગીરી કરવા સંલગ્ન વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

Read More

मुख्य सचिव द्वारा ऑनलाइन माध्यम से किया गया समीक्षा बैठक

हिन्द न्यूज़, बिहार        मुख्य सचिव के अध्यक्षता में सामान्य प्रशासन, गृह , सूचना एवं जन सम्पर्क , वाणिज्य कर, मद्य निषेध उत्पाद एवं निबंधन,परिवहन, राजस्व एवं भूमि सुधार, वित्त, खान एवं भूतत्व, विज्ञान तकनीकी शिक्षा खेल कला एवं संस्कृति विभाग की समीक्षा बैठक वीडियो कंफ्रेसिंग के माध्यम से जिसमें जिला पदाधिकारी यशपाल सिंह मीणा सहित सभी संबंधित विभागों के नोडल पदाधिकारियों ने भाग लिए । मुख्य सचिव ने निदेश दिया कि 1 नवंबर से धान अधिप्राप्ति का प्रारंभ होना है। सभी किसान अपना पंजीकरण संबंधित पोर्टल पर…

Read More

દિવાળી પર્વને ધ્યાને લઈ એસ.ટી વિભાગ જામનગરનો મહત્વપૂર્ણ નિર્ણય

હિન્દ ન્યુઝ, જામનગર       ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતાના વતન જવા આવવા માટે તા.૨૬/૧૦/૨૦૨૪થી તા.૧૦/૧૧/૨૦૨૪ સુધી જામનગર એસ.ટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે. આ સમયગાળા દરમિયાન એસ.ટી. વિભાગ જામનગર હેઠળના જામનગર, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા તથા દ્વારકા ડેપો ખાતે મુસાફરો એક્સ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. તેમજ એક જ ગ્રુપના ૫૧ થી વધુ મુસાફરો ગૃપ બુકિંગ કરાવશે તો તેઓને એક્સ્ટ્રા બસની સુવિધા એસ.ટી નિગમ દ્વારા પુરી પાડવામાં આવશે. જેથી ઉપરોક્ત દિવાળીના…

Read More

આગામી તહેવારોને અનુલક્ષીને જામનગર જિલ્લામાં હથિયારબંધી જાહેર કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર       આગામી દિવસોમાં દિવાળી, નૂતન વર્ષ, ભાઈ બીજ જેવા તહેવારો ઉજવવામાં આવનાર હોય, જેને ધ્યાનમાં લેતા જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સમગ્ર જિલ્લામાં આગામી તા.05/11/2024 સુધી હથિયારબંધી ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.      જે મુજબ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળા જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ,…

Read More

પરપ્રાંતના લોકોને મકાન ભાડે આપેલ હોય તેવા કિસ્સામાં મકાન માલિકે દિન-૮ માં જરૂરી વિગતો લગત પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર      હાલના પ્રવર્તમાન સંજોગો અને ભુતકાળમાં ગુજરાત રાજયમાં અમદાવાદ, સુરત, મોડાસા વિગેરે જગ્યાઓએ થયેલ બોમ્બ બ્લાસ્ટ તથા આતંકવાદી કૃત્યો અનુસંધાને આવા કૃત્યોને અટકાવવા માટે અને ગુપ્તચર સંસ્થાઓ દ્વારા વખતો વખત મળતા અહેવાલોને ધ્યાને લઈ જિલ્લામાં કોઈ આતંકવાદી કૃત્ય ન બને તેમજ આવા કૃત્ય કરવાનો ઈરાદો ધરાવતા ઈસમોને અટકાવવા સારૂ તેમજ કાયદો-વ્યવસ્થા અને જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર આવી ગુનાહિત પ્રવૃતિ અટકાવવી આવશ્યક હોય મકાન ભાડેથી આપવાના કિસ્સામાં, મકાન ભાડે રાખનાર લોકો કયા સ્થળેથી આવેલા છે? કઈ જગ્યાએ કામ કરવા આવેલા છે? અને કઈ…

Read More