કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪: ’’ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’’

હિન્દ ન્યુઝ, આણંદ    જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત આણંદ સર્કીટ હાઉસ ખાતે બેઠકનું આયોજન હાથ ધરાયું હતું.         આ બેઠકમાં જિલ્લા કલેકટરએ અધ્યક્ષપદેથી માર્ગર્શન સૂચન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણએ પાયાની જરૂરિયાત છે.હવે તેમાં ગુણાત્મક સુધારો કરવાં માટે તથા છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે આ વખતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ની ’’ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’’ની થીમ સાથે તા. ૨૬ થી ૨૮ જૂન દરમિયાન જિલ્લા પંચાયત હસ્તકની ૯૯૨ પ્રાથમિક શાળાઓમાં પદાધિકારી તથા અધિકારીઓના ઉપસ્થિતિમાં યોજાશે.         વધુમાં…

Read More

કસ્ટમ હાઉસ સિક્કા તથા સમજુ દેશી સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા’ વિષય પર સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     આજે યુવાનોમાં ડ્રગ્સ દ્વારા નશાનું પ્રમાણ વધતું જાય છે જે સમાજને અંદરથી ખોખલો અને નિર્માલ્ય બનાવી રહ્યું છે. ખાસ કરીને ટીનેજરો જાગૃતિના અભાવે ડ્રગ્સ માફિયાઓ તેમજ તેમના પેડલરોની જાળમાં ફસાઈને સરળ શિકાર બને છે.આ સંજોગોમાં ડ્રગ્સ વિશે યુવાનોમાં અને ખાસ કરીને અપરિપક્વ તરુણોને ડ્રગ્સના દૂષણ વિષે માહિતગાર કરવા અત્યંત જરૂરી બન્યું છે. ભાંગ, ચરસ, ગાંજો, એમ.ડી. ડ્રગ્સ, હેરોઇન, કોકેઇન, સિન્થેટીક ડ્રગ્સ, એલએસડી જેવા જુદા જુદા નશાકારક પદાર્થો વિશે તલસ્પર્શી જાણકારી આપવી તેમજ આવા પદાર્થો રાખવા અને નશો કરવા બદલ ફટકારવામાં આવતા દંડ અને આકરી સજા…

Read More

૨૩ જુન રવિવાર- પલ્સ પોલીયો રસીકરણ અભિયાન

હિન્દ ન્યુઝ, જામનગર     વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે 1995માં પલ્સ પોલિયો રસીકરણ (PPI) કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ 5 વર્ષ સુધીના તમામ બાળકોને ઓરલ પોલિયો રસી(OPV)ના બે ડોઝ આપવામાં આવે છે.  મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.નુપુર પ્રસાદ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ૨૩ જૂન રવિવારના રોજ આપના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોના રોગથી સુરક્ષિત કરવા માટે પોલિયોના ટીપાં અવશ્ય પીવડાવવા. જામનગર ગ્રામ્ય વિસ્તારના તેમજ વાડી વિસ્તાર નજીકના લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે લોકોએ બુથ પર જઈ પોતાના…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકોએ સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લામાં સલામતી તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી છોટાઉદેપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શૈલેષ ગોકલાણીએ તેમને મળેલ સત્તાની રૂએ ભાડેથી મકાન આપતા મકાન માલિકો ઉપર કેટલાક નિયંત્રણ મુક્યા છે. આ જાહેરનામા મુજબ કોઇપણ મકાન, ઔદ્યોગિક એકમ, ઓફીસ દુકાન, કોલ્ડ સ્ટોરેજ કે ગોડાઉન ભાડે આપે ત્યારે તથા ઘરઘાટી/મજુરો રાખે ત્યારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય મકાન ભાડે આપી શકાશે નહીં. આ ઉપરાંત મકાન ભાડે આપતા સમયે મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, કયા વિસ્તારમાં છે તેની વિગત, મકાન ભાડે આપવા સત્તા…

Read More

છોટાઉદેપુર જિલ્લાની સરકારી કચેરીઓના પરિસરથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    છોટાઉદેપુર જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા/તાલુકા સેવાસદન/નગરપાલિકાએ પોતાના કામ અર્થાત આવતા નાગરીકોને કોઇ અગવડ ન પડે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી શૈલેશ ગોકલાણીએ એક જાહેરનામા દ્વારા જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર તથા છોટાઉદેપુર, બોડેલી, નસવાડી, જેતપુરપાવી, કવાંટ અને સંખેડા તાલુકા સેવા સદન તેમજ છોટાઉદેપુર નગરપાલિકાની બહાર કે કચેરીઓના પરિસરથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવ્યા સિવાય, અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે…

Read More

“મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટે તા.૧૨ જુલાઈ સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     જિલ્લા રમત વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યાનુસાર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધા અંડર-૧૪,૧૭,૧૯ અને સ્કુલ ગેઈમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી. દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ મહિલા ખેલાડીઓને કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે “મહિલા રોકડ પુરસ્કાર યોજના” નો લાભ મળવાપાત્ર છે. આ યોજનાઓ લાભ મેળવવા ઈચ્છુક મહિલા ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, બી-૫, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતેથી ફોર્મ મેળવી મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ…

Read More

બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે કરેલી અરજીઓ તા.૩૦ મી જૂન સુધીમાં જમા કરાવવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુરના નાયબ બાગાયત નિયામકની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ તા.૧૨/૦૩/૨૦૨૪ થી તા.૧૧/૦૫/૨૦૨૪ સુધી બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતો દ્વારા ૧૦,૯૭૬અરજીઓ કરવામાં આવી હતી. બાગાયત ખાતાની સહાય મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ પર અરજી કર્યા બાદ સાધનિક કાગળો સાથે તે અરજી નાયબ બાગાયત નિયામકની કચેરીમાં જમા કરવાની હોય છે, પરંતુ હજુ મોટાભાગના ખેડૂતો દ્વારા અરજીઓ કચેરીમાં જમા કરાવવામાં આવી નથી. જેને ધ્યાને જે ખેડૂતોએ બાગાયત ખાતામાં સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન…

Read More

છોટાઉદેપુર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે બાગાયત ખાતાની નવી યોજનાઓની સહાય માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુરના નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવ્યા મુજબ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય તથા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન કાર્યક્રમ અંતર્ગત સહાય માટે તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી આઈ ખેડૂત (https://ikhedut.gujarat.gov.in) પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ હેઠળ જે ખેડુતોને પપૈયા ઘટકમાં બાગાયત ખાતાની અન્ય યોજનાઓમાં સહાયનો વિસ્તાર પૂર્ણ થઇ ગયેલ હોય તેઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. જેમાં પપૈયાના રોપા દીઠ મહત્તમ રૂ.૫/- સહાય ધ્યાને…

Read More