હિન્દ ન્યુઝ, આણંદ
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત આણંદ સર્કીટ હાઉસ ખાતે બેઠકનું આયોજન હાથ ધરાયું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ અધ્યક્ષપદેથી માર્ગર્શન સૂચન કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણએ પાયાની જરૂરિયાત છે.હવે તેમાં ગુણાત્મક સુધારો કરવાં માટે તથા છોકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે આ વખતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ની ’’ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’’ની થીમ સાથે તા. ૨૬ થી ૨૮ જૂન દરમિયાન જિલ્લા પંચાયત હસ્તકની ૯૯૨ પ્રાથમિક શાળાઓમાં પદાધિકારી તથા અધિકારીઓના ઉપસ્થિતિમાં યોજાશે.
વધુમાં કલેકટરએ ઉમેરતાં જણાવ્યું હતું કે, કલસ્ટર મુજબ ફાળવવામાં આવેલ શાળાઓમાં અધિકારીઓને જે તે શાળાએ જઈને સંપૂર્ણ નિષ્ઠા સાથે શાળાના શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવી શકાય તે માટે અંગત રસ લે તેની દરકાર પણ કલેકટરએ કરી હતી.
આ ઉપરાંત શાળા પરિસરના ૧૦૦ મીટરના આજુબાજુમાં પરિસરમાં પાન-મસાલા કે પ્લાસ્ટિક વપરાશવાળી ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ કરી શકાય તે માટે જિલ્લાના શિક્ષણ વિભાગને પરિપત્ર કરવા પણ જણાવ્યું હતું
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ પણ સંસ્કાર સાથે શિક્ષણ આપવા પર ભાર મુકવા માટેનું સૂચન કર્યું હતું.જિલ્લાને પ્લાસ્ટીક મુક્ત કરવા માટે બાળકોને પ્લાસ્ટીકથી દૂર રહેવા માટેનું શિક્ષણ તથા પર્યાવરણની જાળવણી માટે વધુ વૃક્ષો ઉછેરવા અંગે પણ બાળકોને માર્ગદર્શન કરવાની હિમાયત કરી હતી.
આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકીએ બાળકો થકી પોતાના માતા-પિતા કે જે વ્યસન સાથે સંકળાયેલા હોય તેમણે વ્યસન મુક્ત કરવા માટેનું શિક્ષણ આપવું જોઈએ જેથી કરીને વ્યસન મુક્તિનો વિચાર જ બાળકોને નાનપણથી ખ્યાલ આવી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૨૬ થી ૨૮જૂન ૨૦૨૪ ના રોજ ત્રણ દિવસ યોજાનાર પ્રવેશોત્સવમાં કલસ્ટર મુજબ ૩ પ્રાથમિક શાળાના રૂટ બનાવવામાં આવ્યા છે તે મુજબ ૧૦૩ કલસ્ટર એટલે કે ૩૦૯ શાળઓ ખાતે રાજ્યક્ક્ષાએથી આવનાર ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા પદાધિકારીઓ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહભાગી બનશે.
વધુમાં આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોની સંભવિત સંખ્યા ૬૯૮૪ છે.બાલવાટીકામાં ૧૮,૪૨૬, ધોરણ-૧માં ૧૯,૧૯૩, ધોરણ-૯ માં ૨૫,૩૯૦ તથા ધોરણ-૧૧માં ૧૨,૪૧૭ જેટલા બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રવેશ કરાવીને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ની ઉજવણી કરાશે.
આ પ્રસંગે ગાંધીનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો શાળા પ્રવેશોત્સવ અંગેનો માર્ગદર્શક સૂચનો અંગેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત અધિકારીઓ રસપૂર્વક નિહાળ્યું હતું.જેમાં મુખ્યમંત્રીએ ધોરણ ૧ અને૨ માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અને એનસીએફ-એસસીએફ મુજબની બાળકોને શીખવા-શીખવવામાં સહાયક શૈક્ષણિક સામગ્રીનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી,નિવાસી અધિક કલેકટર આર એસ દેસાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકારી કામીનીબેન ત્રિવેદી સહીત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advt.