દિયોદર તાલુકાના ધનકવાડા ગામમાં 29 જુલાઈ થી 16 ઓગસ્ટ 20 સુધી લોકડાઉન

દિયોદર,

           સંકટ કોરોના નું સંક્રમણ વધતા દિયોદર તાલુકાના ધનકવાડા ગામ તમામ નાના-મોટા દુકાનદાર બન્ધ પાલસે લોકડાઉન કોરોના મહામારી નું સંક્રમણ વધી રહ્યું છે અને હવે તેનો વ્યાપ ગામડાઓમાં ફેલાઈ રહ્યો છે. તો તા. 29 જુલાઈ થી 16 ઓગસ્ટ દિશા મુજબ પાલન કરવાનું રહશે અને તેમાં ચૂક થશે તો લોકડાઉન ના ભંગ બદલ દંડ પણ અપાશે. જે કોઈ નિયમોનું પાલન નહીં કરે તેને અથવા ઘરે વેચાણ કરશે તો 1100 દંડ વસૂલવામાં આવશે.( જે દંડ શિવ મંદિર માં આપવામાં આવશે), દુકાન નો સમય સવારના 6:00 થી બપોર 1:00 વાગ્યા સુધી રહેશે. દરેક દુકાનદાર એ ફરજિયાત માસ્ક અને મોજા પહેરવા. દુકાનમાં પૈસાની લેતીદેતી કર્યા પહેલા ફરજીયાત સેનેટાઈઝર નો ઉપયોગ કરવો. દુકાન આગળ જરૂરી અંતર જળવાઈ રહે તે માટે દોરી બાંધવી. માસ્ક પહેર્યા વિના આવેલ ગ્રાહકોને સામાન આપવો નહીં અને પ્રેમથી સમજાવા. દૂધના ડેરી ના કર્મચારીઓ ને જણાવવાનું કે ડેરીમાં દૂધ ભરાવા ના સમયે માસ્ક પહેરવું અને જરૂરી અંતર જળવાઈ રહે તેમ લાઈનમાં ઉભા રહેવું.
આ ઉપરાંત ગામમાં મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત કે દૂર થી કોઈપણ વ્યક્તિ આવે તરતજ ગ્રામ પંચાયત કે આરોગ્ય વિભાગ ની જાણકારવી, ગામ ની કોઈપણ વ્યક્તિ મોટા શહેરમાંથી આવે તો ફરજિયાત 10 દિવસ હોમ ક્વોરોટાઇન થવાનું રહેશે. હવે ખરેખર સાચાવવાનો સમય છે, કોરોના ને હવે પાંખો આવી છે માટે બિનજરૂરી બહાર ન નીકળો ઘરમાં રહી સુરક્ષિત રહો તેવી ગામના સરપંચ પંચાયત ની બોડી તેમજ ત.ક.મંત્રી જયંતી ભાઈ પ્રજાપતિ એ અપીલ કરી હતી અને સરકાર ની ગાઈડલાઈન નું પાલન ચૂકત પણે કરવા અનુરોધ કરાયો હતો.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment