બગદાણામાં ગુરુઆશ્રમનાં મોભી પૂજ્ય સ્વ. મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લાનાં બગદાણા સ્થિત ગુરુઆશ્રમનાં મોભી અને પૂજ્ય સ્વ. બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વ. મનજીદાદાની પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. ગુરુઆશ્રમનાં મેનેજિંગ ટ્રસ્ટી સ્વ. મનજીદાદાનો ગત ૧૪મી ફેબ્રુઆરીએ દેહ વિલય થયો હતો. સદગતને શ્રદ્ધાંજલિ આપવા બગદાણામાં યોજવામાં આવેલી પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ સ્વ. મનજીદાદાને પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમનાં પરિવાર અને ગુરુઆશ્રમના અનુયાયીઓને સાંત્વના પાઠવી હતી અને દિવંગત આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.    

Read More

છોટાઉદેપુર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે તા. ૨૧ ફેબ્રુઆરી સુધી ઈ-કેવાયસી ઝુંબેશ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર ભારત સરકાર દ્વારા તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધી રાષ્ટ્રવ્યાપી “eKYC” માટેની ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત eKYC બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ આગામી તા. ૨૧ ફેબ્રુઆરી-૨૦૨૪ સુધીમાં ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા eKYC કરાવી લેવાનું રહેશે. ખેડૂતો ઈ-કેવાયસી માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો “eKYC” કરાવી શકાશે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન “PM કિસાન” મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાનના…

Read More

મનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે શહેર કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર  સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા કે.મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેર કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા મોદી સ્કૂલ (L.R.B બ્રાન્ચ) ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અલગ-અલગ 6 એજ ગ્રુપ કેટેગરીમાંથી 150 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ કન્વીનર મયુર ગોહેલ અને ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રિન્સિપાલ જોયલ પંડ્યાએ સર્વે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.    

Read More

આર્મી ભરતી કાર્યાલય જામનગર દ્વારા આર્મી ભરતી મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર      ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આગામી માસમાં આર્મી ભરતીમેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર સોલ્જર જનરલ ડ્યુટી(ALL ARMS) અગ્નીવીર સોલ્જર ટ્રેડમેન તમામ ટ્રેડ(ALL ARMS),અગ્નીવીર સોલ્જર ટેકનીકલ (ALL ARMS), તેમજ અગ્નીવીર સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનીકલ (ALL ARMS) ની કક્ષા પર ભરતી યોજાવાની છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માંગતા ફક્ત અપરણિત પુરુષ ૧૭.૫ થી ૨૧ વર્ષના ઉમેદવારે https://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તારીખ ૨૨/૦૩/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત…

Read More

લાલપુર તાલુકામાં કોલેજના વિદ્યાર્થીઓ માટે તમાકુ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર    રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ જામનગરની ટીમ દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાંં અનેકવિધ કાર્યક્રમોનુંં આયોજન કરવામાંં આવતુંં હોય છે. લાલપુર તાલુકાના લાલપુર ગામમાંં સ્થિત સરકારી વાણિજ્ય અને વિનીયન કોલેજના વિદ્યાર્થીઓ માટે તમાકુ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંં હતું. કાર્યક્રમમાંં, તમાકુથી થતાં નુકસાન વિષે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ તમાકુ નિયંત્રણ અધિનિયમ- 2003 અંતર્ગત કાયદા વિષે અને વ્યસન મુક્તિ વિષે માર્ગદર્શન, આઈ.ઈ.સી. એક્ટિવિટી, વકતૃત્વ સ્પધૉ, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયુંં હતું. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરવામાંં આવ્યુંં હતુંં અને ઉપસ્થિત સર્વેને પૌષ્ટિક નાસ્તો…

Read More

જામનગર જિલ્લામાં પશુઓ માટે ખરવા મોવાસા રોગ માટે નિઃશુલ્ક રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે

હિન્દ ન્યુઝ, જામનગર  જામનગર જિલ્લામાં દુધાળા તેમજ ઘર- આંગણાના પશુઓમાં ઉદ્ભવતા ખરવા- મોવાસા રોગના નિયંત્રણ માટે અગમચેતીના ભાગરૂપે નિઃશુલ્ક રસીકરણની કામગીરી હાથ ધરવામાંં આવી છે. પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ (L.H.D.C.P.) અંતર્ગત પશુઓમાં જોવા મળતા ખરવા- મોવાસા રોગના નિદાન માટે ચોથા તબક્કાના રસીકરણનો નાયબ પશુપાલન નિયામકશ્રી કચેરી- જામનગર દ્વારા પ્રારંભ કરવામાંં આવ્યો છે. આ નિઃશુલ્ક રસીકરણ અભિયાનમાંં જામનગર જિલ્લાના 2,41,200 જેટલા ગાય, ભેંસ સહિતના પશુઓને આવરી લેવામાંં આવશે. જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગાય, ભેંસ સહિતના પશુઓમાં જોવા મળતા આ ડિસીઝ માટે પ્રત્યેક વર્ષે બે થી ત્રણ તબક્કામાં ગળસુંઢા અને…

Read More

જામજોધપુર તાલુકાના સીદસર ગામે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ 2.0 નું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામજોધપુર  રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જામનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જામજોધપુર તાલુકાના સીદસર ગામે યોજાયો હતો. જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ કાર્યક્રમમાં હડિયાણા તાલુકા શાળાના વિદ્યાર્થી સંજય વસુનિયાએ અન્ડર- 11 માં 50 મીટર દોડ કેટેગરીમાં પ્રથમ ક્રમાંંક પ્રાપ્ત કર્યો છે. તેમજ, સંજય વસુનિયાએ અન્ડર- 11 માં બ્રોડ જમ્પ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત, વિદ્યાર્થી રવિ મહેડાએ અન્ડર- 17 માં લાંબી કૂદમાં દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આગામી સમયમાંં વિજેતા બનેલા આ…

Read More

જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં આગામી તા.9 માર્ચના નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આગામી તા.09/03/2024 ના રોજ જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. જે અંતર્ગત, (1) ફોજદારી સમાધાનપાત્ર કેસ (2) નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબના ચેકનાં કેસ (3) બેંક રીકવરી દાવા (4) એમ.એ.સી.પી.નાં કેસ (5) લેબર તકરારના કેસ (6) લગ્ન વિષયક તકરારના કેસ (7) વીજળી અને પાણી બિલ (સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ (8) કૌટુંબિક તકરારના કેસ (9) જમીન સંપાદનના કેસ (10) સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ (11) રેવન્યુ કેસ (ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને…

Read More

જામનગર તાલુકાના રાવલસર ગામમાં રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર તાલુકાના રાવલસર ગામમાંં સ્થિત ઉત્તર બુનિયાદી ચંદરીયા શાળા ખાતે રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસની ઉજવણી કરવામાંં આવી હતી. જામનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયાના માગૅદશૅન હેઠળ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ અન્વયે અનેકવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનુંં આયોજન કરવામાંં આવતુંં હોય છે. કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને આલબેન્ડાઝોલ ગોળીનુંં વિતરણ કરવામાંં આવ્યુંં હતુંં. ઉલ્લેખનીય છે કે, કૃમિના સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે. જેના કારણે બાળક હંમેશા થાકનો અનુભવ કરતું હોય છે. તેમજ તેનો સંપુર્ણ શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસ થતો નથી. તેથી સમગ્ર જામનગર જિલ્લામાં…

Read More

જામનગર જી.જી.હોસ્પિટલ પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે

હિન્દ ન્યુઝ, જામનગર રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગર જી.જી હોસ્પિટલ એક્સપાન્શન સંદર્ભ જણાવ્યું છે કે, જી.જી.હોસ્પિટલ પરિસરમાં રૂ. ૫૭૫ કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે.આ નવીન હોસ્પિટલ જામનગર સહિત પડોશી જીલ્લાના નાગરીકોની સુખાકારીમાં વધારો કરશે. ૧૧૫૦ પથારીની હોસ્પિટલમાં ૬૫૦ બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને ૫૦૦ બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે.નવીન હોસ્પિટલમાં ઓ.પી.ડી, આઇ.પી.ડી, રસીકરણ, ઇમરજન્સી સારવાર, આઇ.સી.યુ, ઓપરેશન, નિદાન, ડી.ઇ.આઇ.આર.સી. (ડીસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન એન્ડ રીહેબિલિટેશન સેન્ટર), એન.આર.સી.(ન્યુટ્રીશનલ રીહેબીલીટેશન સેન્ટર), સ્પેશ્યલ વેલ બેબી કલીનીક, એડોલસંટ કલીનીક, વગેરે જેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.હોસ્પિટલ પરિસરમાં વર્ષોજૂના બાંઘકામ તોડીને…

Read More