જામનગર તાલુકાના રાવલસર ગામમાં રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર તાલુકાના રાવલસર ગામમાંં સ્થિત ઉત્તર બુનિયાદી ચંદરીયા શાળા ખાતે રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસની ઉજવણી કરવામાંં આવી હતી. જામનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયાના માગૅદશૅન હેઠળ રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ અન્વયે અનેકવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમોનુંં આયોજન કરવામાંં આવતુંં હોય છે. કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને આલબેન્ડાઝોલ ગોળીનુંં વિતરણ કરવામાંં આવ્યુંં હતુંં.

ઉલ્લેખનીય છે કે, કૃમિના સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ થાય છે. જેના કારણે બાળક હંમેશા થાકનો અનુભવ કરતું હોય છે. તેમજ તેનો સંપુર્ણ શારીરિક, માનસિક અને સર્વાંગી વિકાસ થતો નથી. તેથી સમગ્ર જામનગર જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શાળા અને આંગણવાડીમાં જતા અને ન જતા તમામ 1 થી 19 વર્ષના વયજુથમાંં સમાવિષ્ટ નાગરિકોને કૃમિ નાશક ગોળી ખવડાવીને તેમને સુરક્ષિત કરવામાં આવશે. કાર્યક્રમમાંં એક્સપર્ટસ દ્વારા વિદ્યાર્થીઓને કૃમિથી બચવા અંગે માગૅદશૅન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાંં 181 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.

આ રાઉન્ડમાંં સમાવિષ્ટ ન થયેલા બાળકોને આગામી તા. 22 ફેબ્રુઆરીના રોજ નેક્સ્ટ રાઉન્ડમાંં આવરી લેવામાં આવશે. ઉકત કાર્યક્રમમાં, જિલ્લા આરોગ્ય વિભાગમાંથી ડી.પી.સી. યજ્ઞેશ ખારેચા, ડી.આઈ.ઈ.સી.ઓ. નીરજ મોદી, મેડીકલ ઓફીસર ડો.માધવી પટેલ, સુપરવાઈઝર સરવૈયા, હિતેશ ચૌહાણ, શાળાના આચાર્ય મહેશ સરવૈયા, સંસ્થાના સ્ટાફ ગણ અને બહોળી સંખ્યામાંં વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment