કેશરપુરાના હિરાબેન વણકરને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયુ

હિન્દ ન્યુઝ, ઈડર  સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કેશરપુરા ગામના વતની હિરાબેન પશાભાઇ વણકરને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન સહાય મળવાથી તેમનુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનુ સ્વપ્ન છે કે દેશના દરેક નાગરીકનું પોતાનુ પાકુ મકાન હોય. જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવી છે.કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂ. ૧,૨૦,૦૦૦/- આર્થિક સહાય પૂરી પાડી રહી છે. હિરાબેન વણકર જણાવે છે કે તેઓ અત્યંત ગરીબ કુટુંબમાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. તેમની સ્થિતિ એક સાંધે તો તેર તુટે તેવી…

Read More

કાચા મકાનના લીધે ચોમાસામાં બહુ જ તકલીફ પડતી હતી પણ આવાસ યોજના દ્વારા મારો પરિવાર સુખ શાંતિથી નવા મકાનમાં રહી શકે છે. – લાભાર્થી ઠાકોર દિનેશજી

હિન્દ ન્યુઝ, અમદાવાદ કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના છે. જેને સાકાર કરવાના ઉદ્દેશથી વડાપ્રધાનએ શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ શરૂ કરી હતી. જેના લીધે કાચા મકાન ધરાવતા અને ઘરવિહોણા અનેક લોકોના ઘરના સ્વપ્નો સાચા થઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાટણ જિલ્લાના હનુમાનપુરા ગામના વતની ઠાકોર દિનેશજીને પોતાના સ્વપ્નરૂપી ઘર મળ્યું છે. આ મકાન મળ્યાની ખુશીને પ્રસંગે ઠાકોર દિનેશજીએ…

Read More

સરકારની આ યોજના મારા અને મારા કુટુંબ માટે ખુબજ લાભદાયી નીવડી – લાભાર્થી જગુજી ધીરુજી જાડેજા

હિન્દ ન્યુઝ,  સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આર્થિક સામાજિક જાતી આધારિત આવાસપ્લસ સર્વેની યાદી દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાના ઘરમાં નિરાંત નો શ્વાસ લે છે અને આવો અનુભવ કહે છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઈરાણા ગામના લાભાર્થી જગુજી ધીરુજી જાડેજા તેમના શબ્દોમાં કહીએ તો,” મારું નામ જગુજી ધીરુજી જાડેજા છે. હું ઈરાણા ગામે રહું છું.મારી ગ્રામ પંચાયત ઈરાણા છે. મારા પિતાશ્રીને ચાર પુત્રમાં સૌથી નાનો હું છું. પિતાશ્રીનું કાચું મકાન લગ્ન પછી નાનો પુત્ર હોવાથી વરસાઈમા મને કાચું મકાન મળેલ હતું. પરિવારમાં પાંચ – હું મારી પત્ની અને ત્રણ…

Read More

હું ચિંતામુક્ત છું કારણ મારા બાળકો સારી રીતે ભણી –ગણી શકશે અને અમારા કુટુંબના સર્વાંગી વિકાસ થશે – લાભાર્થી વિશાલગીરી ભીખાગીરી ગોસ્વામી

હિન્દ ન્યુઝ, મહેસાણા      તાલુકો ખેરાલુ જિ . મહેસાણા ગામ- નાની હિરવાણીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ( ગ્રામીણ)-૨૦૨૪ના લાભાર્થી વિશાલગીરી ભીખાગીરી ગોસ્વામી જણાવે છે એમ,”મારું નામ વિશાલગીરી ભીખાગીરી ગોસ્વામી નાની હિરવાણી ગામે પશુપાલન તેમજ છુટક ખેત મજુરી કરી મારું ગુજરાન ચલાવું છું. પરિવારમાં હું મારા પત્ની અને મારા ૨ સંતાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) નો લાભ મળ્યા પહેલા અમે ભાડાના મકાનમાં રહેતા હતા. ગામમાં અન્ય વિકસિત કુટુંબોના પાકા ઘર જોતા મારું કુટુંબ પણ અન્ય કુટુંબોની માફક સારા હવા ઉજાસવાળા પાકા ઘરમાં રહેવાનું મન થતુ પણ મારી તમામ મૂડી કુટુંબના…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં “સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે “સ્વાગત ઓન લાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજવામાં આવે છે. જે તા.૨૨ ફેબ્રુઆરીના રોજ ચોથા ગુરૂવારે જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે અને તા.૨૧ફેબ્રુઆરીના રોજ ત્રીજા બુધવારે તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે યોજાનાર છે. અને મુખ્યમંત્રી દ્વારા દરેક ગામે ગ્રામ સ્વાગત કાર્યક્રમ પણ શરૂ કરેલ છે. તાલુકા મથકે કે જિલ્લા મથકે લોકોને આવવું ન પડે તે માટે જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રીને દર મહીનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજુ કરી…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.૧૫/૦૨/૨૦૨૪ના રોજ ગીર સોમનાથની મુલાકાત લેશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા.૧૫/૦૨/૨૦૨૪ના રોજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પદવીદાન સમારોહ તેમજ સખી, મહિલા, શિક્ષક અને યોગ શિક્ષકના પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઈણાજ ખાતે મિટિંગ યોજાઈ હતી. કલેક્ટર એ સંબંધિત વિભાગના અધિકારીઓને કાર્યક્રમનું સુચારુ અને સુનિયોજીત આયોજન થાય અને કાર્યક્રમના સ્થળે તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે અંગે અંગે માર્ગદર્શિત કર્યા હતાં. કલેક્ટરશ્રીએ ડાયસ પ્લાન, મિનિટ ટૂ મિનિટ તેમજ પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયમન, ફાયર ફાઈટર, વીજ પુરવઠો જાળવવા બાબતે તેમજ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ સહિત પ્રોટોકોલ…

Read More

ઈણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના અધ્યક્ષ સ્થાને ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ લોકાર્પણના કાર્યક્રમ અંતર્ગત સમિક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ યોજનાર ‘પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત કચેરી ઇણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના અધ્યક્ષ સ્થાને સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમા જિલ્લા વિકાસ અધિકારીએ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના લોકાર્પણ કાર્યક્રમ તૈયારીઓ અંતર્ગત જિલ્લામાં કુલ ચાર સ્થળે યોજાનાર કાર્યક્રમાં પાર્કિંગ, પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, વાહન વ્યવહાર સહિતની વ્યવસ્થાઓની તલસ્પર્શી માહિતી મેળવીને સમીક્ષા કરી હતી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમનું સુચારું આયોજન થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં. આ મિટિંગમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક…

Read More

સૂત્રાપાડા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અંતર્ગત કાયદાકીય શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ ફાઉન્ડેશન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર સુત્રાપાડા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ શિબિરમાં દહેજ પ્રતિબંધ અધિકાર દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કાયદા સંબંધિત તેમજ જો કોઇ મહિલા જાતિય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે જાણકારી આપી હતી. આ સાથે જ એક ટૂંકી પ્રતિકાર ફિલ્મનું નિદર્શન પણ બતાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત વિવિધ…

Read More

અનુસૂચિત જાતિના ઘર વિહોણા લાભાર્થીઓને મળશે હવે ઘરનું ઘર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     Nઘર વિહોણા પરિવારને ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. લોકોને નવું ઘર મળી રહે તે માટે આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ અનુસૂચિત જાતિના ઘર વિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા ઓનલાઇન અરજીઓને આધારે સ્થળ ચકાસણી કરી જરૂરિયાતમંદ પરિવારોને પાકાં ઘર બનાવવા માટે સહાય આપવામાં આવી હતી. જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ ૧૩૫નો લક્ષ્યાંક હતો. જેને ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવ્યો છે.…

Read More

આગામી ૧૦ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ રીતે રાજ્યના ૧,૨૭,૨૧૨ આવાસોનું ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરશે

હિન્દ ન્યુઝ, જામનગર રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૩૩ જિલ્લાઓનાં અંદાજીત ૧,૨૭,૨૧૨ આવાસોના ઇ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાશે. તેમજ તમામ જિલ્લાઓમાં આ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જામનગર જિલ્લામાં યોજાનાર કાર્યક્રમોના સુચારુ આયોજન માટે કલેક્ટર બી.કે. પંડ્યાના અધ્યક્ષ સ્થાને ક્લેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી…

Read More