હિન્દ ન્યૂઝ, આણંદ
માનનીય પોલીસ અધિક્ષક અજીત રાજ્યાણ આણંદના ઓ ની સૂચના તથા બીડી જાડેજા નાયબ પોલીસ અધિક્ષક આણંદ ડી. વી, આણંદ તથા એમ.આઈ.ઝાલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આણંદ ના ઓ ના માર્ગદર્શન હેઠળ અમો. પો. સ. ઈ વિ. જે. પુરોહિત તથા અ. હે. કો. પ્રવિણસિંહ કનુભા તથા અ. હે. કો. મનુભાઈ મંગળભાઈ તથા આ. પો. કો. જીગ્નેશસિંહ બળવંતસિંહ તથા અ. લો.૨વિશાલકુમાર નાગરભાઈ ના ઓ કોવિડ ૧૯ અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાસોર ગામે બારૈયા વગા તરફ જતાં ડીજે નો અવાજ આવતો હોય, તે તરફ જતાં લગ્નનો માંડવો બાંધેલો હોય, ત્યાં માણસોના ટોળા વળેલા હોય, ડીજે વાગતું હોય અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવી સરકાર ની બહાર પાડેલ ગાઈડલાઈન નું પાલન નહી કરી કરાવી તથા કોઈ પ્રકારની સત્તા અધિકારીની પરવાનગી વગર ડીજે વગાડી માણસો ભેગા કરી covid-19 ગાઇડ લાઇનનો ભંગ કરેલ હોય જેથી ડીજે સિસ્ટમ આઇસર તથા બે લેપટોપ મળી કુલ રૂ.૧૦,૨૦,૦૦૦/- ન મુદ્દામાલ કબજે લઈ નીચે જણાવેલ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીઓ માં
(૧) ગોપાલસિંહ બજેસિંહ ગોહેલ રહે.કાસોર બારૈયાવાગો તા. જી. આણંદ ( લગ્ન આયોજક)
(૨) કિરીટ ભાઈ રણછોડભાઈ પરમાર રહે દલાપુરા તાબે શંકરપુરા તા.જી. આણંદ ( ડ્રાઇવર )
(૩) નયનકુમાર લાલજીભાઈ વાઘેલા રહે દેવકાપુરા તા. નડીઆદ. જી ખેડા ( ડીજે નો ઓપરેટર )
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ