ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં ખનન માફિયા બન્યા બે ફામ

હિન્દ ન્યૂઝ, ખેડા

આણંદ જીલ્લામાં સુપરવિઝન કરતા ભૂસ્તર શાસ્ત્રી સંકેતભાઈ પટેલની સારી કામગીરી ને લઈને આમ જનતાને તેમની કામગીરી ને લઈને ખુશ છે. જેમને ટૂંક સમય પહેલા ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામના સર્વે નંબર ૪૧૫/અ ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓને પકડી કાયદેસર ની કાર્યવાહી કરી રુપિયા 57,77,129 (સતાવનલાખ સીતયોતેરહજાર એકસો ઓગણત્રીસ) રૂ. પુરાનો દંડ ફટકારી સદર વાહનો જપ્ત કરી ખુબ સારી કામગીરી કરતા સમગ્ર આણંદ જિલ્લામાં ભૂમાફિયા ઓમા ફફડાટ ફેલાયો છે.

                                  જ્યારે ખેડા જિલ્લામાં પત્રકારો દ્રારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તે બાબતની પ્રાથમિક તપાસ હાથ ધરી ખનન માફિયાઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવે છે. તેમ છતાં પણ ખેડા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી ની કામગીરી ને લઈ સવાલો ઉભા થયા છે કે ભુમાફિયાઓને ખેડા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી નો કોઈ ડર નથી ? કે જાણે એમની કોઈ મીલી ભગત હોય ? ગત રોજ નડિયાદ તાલુકા મા આવેલા સુરાશામાળ ગામ મા નેહર પાસે આવેલ કમલેશભાઈ વાઘેલાની ખેતીલાયક ફળદ્રુપ જમીનમાથી ગેરકાયદેસર રીતે માટી નુ ખનન થઈ રહયું હતું. ત્યાં રૂબરૂ મુલાકાત કરતા કમલેશભાઈ વાઘેલા એ ૨૫૦ ટ્રોલી (ડમ્પર) સાથે માટી નુ ગેરકાયદેસર ખોદકામ કરેલ છે અને ખાનખનીજ વિભાગ મા કોઈપણ જાતની રોયલ્ટી પણ ભરી નથી એવુ કમલેશભાઈ જેઓ પોતે ખેતર ના માલિક છે તેમને જણાવેલ હતુ.

                                     આમ ખેડૂતોની પાસેથી ઓછી રકમમાં લઈને બીલડરોને ઉંચા ભાવે ભુમાફીયાઓ વેચતા હોય છે અને ખેડૂત જોડે જે રકમ નક્કી કરવામાં આવે છે, એ રકમ પણ પુરી આપતા નથી એવા બનાવો પણ સામે આવ્યા છે. તેમ છતાં પણ કોઈ ખોફ વિના નડિયાદ તાલુકા ના સુરાશામાળ ના સરપંચ વાઘેલા પુષ્પાબેનના ફોન પર વાતચીત કરતા તેઓના પતિ દ્રારા નો ટેલીફોનીક વાતચીત કરતા ગેરકાયદેસર માટી નુ ખનન થઈ રહયું છે. તેમની તેઓને કોઈ પણ જાત ની જાણ બહાર છે, એવુ એમને જણાવેલ હતું અને હાલ તેઓ બહાર છે તેમ પણ જણાવેલ હતું. ગેરકાયદેસર વપરાયેલ વાહનો કે જેમના વીમા હશે કે કેમ એ પણ કદાચ ખનન કરતા માફિયાઓને ખબર નહીં હોય આવા સંજોગોમાં બે ફામ દોડી રહેલા ડંપરો તથા ટ્રેક્ટરો દ્રારા કોઈ દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી કોની ? એ પણ સવાલો ઉભા થયા છે. ટુંક સમય પહેલા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના રાસનોલ કેનાલવાળા માર્ગ પરથી દેવરામપુરા ચીખોદરા જતા રોડ પર ગામડીગામના લાખાભાઈ ભરવાડ ના ટ્રેક્ટર ની ટક્કરે એક આસરે ૨૩ વર્ષ ના યુવાનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ થયેલ અને એક દીકરાના પગ કચડાઈ ગયા હતા. જેમાં પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી અને સમગ્ર ઘટના રફેદફે કરવા માં આવી છે તેવુ જાણવા મળ્યું હતું. લોક મુખે હકીકત તો ત્યારે જ ખબર પડે કે આ અંગે કોઈ તપાસ હાથ ધરવામાં આવે. આમ જોવા જઈએ તો હાલ વાહનોન નંબર પરથી અમુક વાહનોના વિમા જોવા ન મળ્યા હતા અને એવાજ વાહનો દ્વારા જ ગેરકાયદેસર માટી નુ ખનન થઈ રહયું છે અને એ પણ સરપંચ ની જાણ બહાર ?

ગેરકાયદેસર વાહનો
(૧) વાઘેલા ઉદેસિંહ (ટ્રેક્ટર)
GJ07BR4116
જેનો વીમો નવેમ્બર ૨૦૧૬ મા પૂર્ણ થયેલ છે.

(૨) ભવાનભાઈ ભરવાડ (ડમ્પર )
જેઓ નડીઆદ તાલુકા ના ફતેપુરા ગામ મા રહે છે તેમનું ડમ્પર નંબર GJ13W0766 છે. જેનો વીમો પણ ઓક્ટોમ્બર – ૨૦૧૯ મા પૂર્ણ થયેલ છે.

(૩) બાલાભાઈ ભરવાડ (ડમ્પર)

GJ13W2111

જે બાલાભાઈ ભરવાડ નામ ના વ્યક્તિ નુ છે. તેઓ નો પણ વીમો માર્ચ -૨૦૨૦ મા પૂર્ણ થયેલ છે.

આ ગેરકાયદેસર માટી નુ ખનન (ખોદકામ) કરનાર રૂપાભાઈ ભરવાડ (મો :- 9979455182) કે જેઓ નડિયાદ તાલુકા ના ચકલાસી પોલીસ સ્ટેશન પાછળ રહે છે. તેમના જે.સી.બી મશીન દ્વારા માટીનું ગેરકાયદેસર ખોદકામ કરેલ છે અને તેમને પણ રૂબરૂ મળતા પણ તેમને કબૂલ કરેલ છે, કે ‘મારે પૈસા ની જરૂર હોવાથી અને મારા નવું જે.સી.બી. મશીન ના હપ્તા ભરવાના હોવાથી આ ગેરકાયદેસર માટી ખોદકામ કરેલ છે.’

હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ને ખરેખર જાણ બહાર છે કે ગેરકાયદેસર માટી નુ ખનન થઈ રહયું છે ? કે પછી તેઓ તેમના ખીસા ભરીને ગેરકાયદેસર માટીનું ખનન કરાવી રહ્યા છે ? ખાણખનીજ ખેડા જિલ્લો ખરેખર અજાણ છે કે પછી ખાલી કાગળો પર નાટકો કરે છે ? એક જાગૃત નાગરિક દ્વારા માહિતી મળેલ કે આ પેહલા કેટલી પણ ખાણ ખનીજ ની નડિયાદ ની ઓફિસે અરજીઓ કરેલ છે, પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્ર હવે શું પગલા લેશે એ હવે જોવું રહ્યું.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment