બનાસકાંઠાના લાખણી માં દાડમના બગીચાઓમાં ટપકી અને પ્લગ નામનો રોગ આવતાં ખેડૂતો ને મોટું નુકશાન

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

બનાસકાંઠામાં લાખણી સહિત તાલુકામાં ૩૫થી ૪૦ દિવસ સતત વરસાદ ચાલુ રહેતા ચોમાસુ પાકમાં ધરતીપુત્રોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકામાં દાડમની ખેતી સાથે ખેડૂતો સંકળાયેલા છે અને દાડમના પાકમાંથી આવક મેળવી ગુજરાન ચલાવતાં હોય છે, પણ આ વર્ષે ચોમાસુ વરસાદ મન મૂકીને વરસતા દાડમમાં પ્લગ નામનો રોગ ફાટી નીકળતા બગીચાઓ ખાલી થઈ ગયા છે. દાડમ ની ખેતી કરવા માટે મોંઘા ભાવની દવાઓ અને ખાતર ઉપયોગ કરવો પડે છે અને હેક્ટર પાછળ અંદાજે બે થી ત્રણ લાખનો ખર્ચો થાય છે. જેની સામે આ વર્ષે આવક ના નામે દેખાઈ રહ્યું છે. અત્યારે તો દાડમના બગીચાઓમાં પ્લગ નામનો રોગ ફાટી નીકળતાં દાડમના છોડ ઉપર બધાંજ ફળો નષ્ટ થઈ ગયા છે. જેને લઇને કુદરત સામે લાચાર બનેલા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની ગયા છે. પેકેજમાં બનાસકાંઠા લાખણી સહિતને બાકાત રાખવામાં આવતા તમામ લાખણી તાલુકાના ખેડૂતો ને નારાજગી ભોગવવાં નો વારો આવ્યો છે. જેથી કરીને ખેડૂતોનું કહેવુ થાય છે કે સરકાર અમારા દાડમના પાકમાં જે નુકસાન થયું છે તેનું સર્વે કરી ખેડૂતોને સહાય આપવા વિનંતી.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment