હિન્દ ન્યૂઝ, મોડાસા,
મોડાસા રૂરલ પોલીસને વાહન ચેકીંગ દરમ્યાન ટ્રાવેલર્સ ગાડીમાં પેસેન્જરને બેસવાની સીટ નીચે ગુપ્ત ખાનાંમાંથી ભારતીય બનાવટનો વિદેશી અંગ્રેજી દારૂની નાની/મોટી બોટલો નંગ-૨૫૬૮ કિ.રૂ.૨,૬૬,૪૦૦/- નો દારૂ પકડવામાં સફળતા મળી. પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત અરવલ્લી-મોડાસા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ભરત બસીયા મોડાસા વિભાગ મોડાસા નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા તેમજ શોધવા સારૂ વાહન ચેકીંગ/પેટ્રોલિંગ રાખવા સુચના આપેલ જે અન્વયે સી.પી.વાઘેલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે શામળાજી-હિંમનગર નેશનલ હાઇવે રોડ ઉપર ગઢડા ગામની સીમમાં વાહન ચેકીંગ કરતા હતા. દરમ્યાન ચોક્કસ બાતમી હકિકત મળેલ કે સફેદ કલરની ટ્રાવેલર્સ નંબર જી.જે.૦૯.એવી.૫૫૩૨ માં બે ઇસમો ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરી લઇ અમદાવાદ તરફ જનાર છે. જે હકિકત આધારે નાકાબંધીમાં હતા. દરમ્યાન ટ્રાવેલર્સ ગાડી આવતાં ગાડીના ચાલક નરેન્દ્રસિંહ ભરવસિંહ ચૌહાણ ઉ.વ.૩૨ રહે.ગોગા કાગુડા તા.વલ્લભનગર જી.ઉદેપુર રાજસ્થાન તથા તેની સાથેનો ઇસમ કિશનલાલ મોહનલાલ રાવત ઉ.વ.૨૦ રહે.ફલાડોર તા.વલ્લભનગર જી.ઉદેપુર રાજસ્થાન ને કોર્ડન કરી પકડી લઇ ગાડીમાં ચેક કરતાં ટ્રાવેલર્સ ગાડીમાં પેસેન્જરને બેસવાની સીટો નીચે બનાવેલ ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશ દારૂની નાની/મોટી બોટલો નંગ-૨૫૬૮ કિ.રૂ.૨,૬૬,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૩ ની કિં રૂ.૪૦૦૦/- મળી કુલ રૂ,૭,૭૦,૪૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ કાર્યવાહી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન નાઓએ હાથ ધરેલ છે.
રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા