શ્રી સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ 22 નવેમ્બરે સાંજે 5:00 વાગ્યે થશે

હિન્દ ન્યુઝ, સોમનાથ         ૧૯૫૫ થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે 22 નવેમ્બરે સાંજે ૦૫:૦૦ કલાકે માન.જીલ્લા કલેકટરના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. કાર્તિકી પુર્ણીમા મેળો-2023 ત્રિવેણી સંગમ સમીપ ગોલોકધામ ખાતે આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મેળામાં મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડાં, તેમજ અન્ય વેચાણ સ્ટોલ, ઇન્ડેક્ષ-સી વિભાગના હસ્તકલા અને ગૃહઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજીયાનો સ્ટોલ, સેલ્ફી પોઇન્ટસ, પંચદેવ મંદિર, સોમનાથ એટ 70 પ્રદર્શની, માહિતી સભર સ્ટોલની સાથે પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પ્રવેશ…

Read More

ભાવનગરમાં આઈ.ટી.આઈનાં તાલીમાર્થીઓ માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર આઈ.ટી.આઈ ખાતે તા.૨૧-૧૧-૨૦૨૩ ના રોજ મતદારયાદી સુધારણા અભિયાન અંતર્ગત સ્વીપકોર કમિટી દ્વારા આઈ.ટી.આઈનાં તાલીમાર્થીઓ માટે નવા મતદારોનો ચુંટણીકાર્ડ કઢાવવા માટેનો તેમજ ચુંટણીકાર્ડમાં સુધારા-વધારા માટેનાં કેમ્પનું આયોજન થયેલ હતું. જેમાં આશરે પચાસ જેટલા તાલીમાર્થીઓએ જોડાયા હતા.

Read More

ગર્ભસ્થ શિશુનું જાતિ પરિક્ષણ ગંભીર ગુનો : સંદિગ્ધ પ્રવૃતિની જાણકારી આપવા વોટ્સ એપ નંબર જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર       ગર્ભસ્થ શિશુનું જાતિ પરિક્ષણ ગંભીર ગુનો ત્યારે સંદિગ્ધ પ્રવૃતિની જાણકારી આપવા ભાવનગર જિલ્લા માટે વોટ્સ એપ નંબર જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત સ્ત્રી અને પુરુષનું સપ્રમાણ જળવાઈ રહે એ હેતુથી લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી સકારાત્મક પગલું હાથ ધરવામાં આવ્યું છે.  ભાવનગર જિલ્લાની હોસ્પિટલો, કલેકટર કચેરી સહિતની સરકારી કચેરીઓમાં લોકજાગૃતિ અર્થે સ્ટીકર લગાડવામાં આવ્યા છે જેથી ત્યાં વધુ પ્રમાણમાં લોકોની અવરજવર થતી હોય તેમજ લોકોને આ અંગે માહિતી મળી રહે અને ગર્ભસ્થ શિશુનું જાતિ પરિક્ષણ થતું હોય એ અંગે જાગૃતિ ફેલાય એ હેતુથી નવી પહેલ…

Read More

ભાવનગરનાં અટલ ઓડીટોરિયમ ખાતે સૌરાષ્ટ્ર ઝોન કક્ષાનો યોગ સ્નેહ મિલન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર શહેરનાં અટલ ઓડિટરિયમ ખાતે ગુજરાત રાજ્યના યોગ બોર્ડ નાં ચેરમેન શીશપાલ રાજપૂતનાં અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર ઝોન કક્ષાનો યોગ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ તકે ચેરમેનએ જણાવ્યું કે, વિશ્વ આજે તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે યોગને જીવનશૈલી સાથે જોડવો તે સમયની માંગ છે. યોગથી શરીરના રોગનું નિદાન, ઉત્તમ જીવનશૈલી, શારીરિક-માનસિક સ્વાસ્થ્ય, આધ્યાત્મિક સુખ જીવનમાં સફળતા અને શાંતિ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. આજે સમગ્ર વિશ્વ યોગને અપનાવી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જન જન સુધી યોગ પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી…

Read More