હિન્દ ન્યુઝ, સોમનાથ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા. વેહલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત પણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા. ત્યારે સમગ્ર દિવસ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવની ધર્મધ્વજાના અહર્નિશ દર્શન કરનાર ભક્તોમાં મહાદેવની ધ્વજા પૂજાનું પણ અદભુત આકર્ષણ જોવા…
Read MoreMonth: August 2023
આજ રોજ નાગ પંચમી નિમિતે પ્રભાસ પાટણમાં દુધિયા નાગ દેવતા ઉત્સવની ધામધૂમથી ઉજવણી
હિન્દ ન્યુઝ, સોમનાથ સોમનાથ દાદાના સાનિધ્યમાં તન્ના દામાણી ગેસ્ટ હાઉસ ની બાજુમાં રોડ ઉપર ભોયરુ દુધિયા નાગદેવતાનો ભોંયરુ આવેલ છે અને ત્યાં પ્રાચીન નાગદેવતા બિરાજે છે. ત્યાં પ્રભાસ પાટણ નાના મોટા પરિવાર સમાજના અને ગ્રામજનો મોટા પ્રમાણમાં દૂધ ચડાવે છે, પૂજા – અર્ચના અને પ્રસાદ ચડાવે છે. આ નાગપાંચમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં નાના મોટા કોડી વાળા માંથી સેવકો જોડાય છે. ભરેલા પોરમાં આવેલ તુગલ દાતા અને રામરાજ ચોકમાં મરેઠા બાપા નો ધ્વજા અને પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યાંથી નાગદેવતા ની પૂજા અર્ચના તેમજ ધ્વજાને…
Read Moreજિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી આયોજન હોલ ખાતે મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા રજૂ કરેલ પ્રશ્નોની જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન…
Read Moreબોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમ યોજાયો
મારી માટી, મારો દેશ – “માટીને નમન, વીરોને વંદન” હિન્દ ન્યુઝ, બોટાદ “મારી માટી, મારો દેશ”- “માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડૉ. જિન્સી રોયના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અધિક નિવાસી કલેક્ટર મુકેશ પરમાર અને જિલ્લાના અગ્રણી ચંદુભાઇ સાવલીયાએ પણ વીરોને શ્રદ્ધાંજલિ આપી તેમના બલિદાન તથા દેશસેવાને યાદ કર્યા હતા. જિલ્લા કલેક્ટર ડૉ.…
Read Moreસોમનાથ મંદિર ખાતે આવેલ સોમનાથ શોપિંગ સેન્ટર દ્વારા સોમનાથ મંદિર પરિસરમાં “રામધૂન” નું આયોજન
હિન્દ ન્યુઝ, વેરાવળ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે આવેલ સોમનાથ શોપિંગ સેન્ટર દ્વારા તા.૨૦.૮.૨૦૨૩ રવિવાર ના રોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મંદિર પરિસર ની બહાર સરદાર ચોક પાસે “રામધૂન” નું આયોજન કરેલ છે. આ રામધૂન માં વેરાવળ શહેર, પ્રભાસ પાટણ ના તમામ આગેવાનો, શહેરીજનો, વેપારીઓ, પાથરના પરીવાર, રેકડી, ફોટોગ્રાફર, ફૂલહાર, ચોપડી વાળા તેમજ તમામ નાનાં મોટા વ્યાપારીઓ ને રામધૂનમાં પધારવા આમંત્રણ છે તેમજ સોમનાથ મંદિર અને પાટણ શહેર વિસ્તાર મા વેપાર કરતાં તમામ વેપારીઓ, શ્રમજીવીઓ ને સાંજે ૫ થી ૭ પોતાના ધંધા રોજગાર બંધ રાખી રામધૂન મા ભાગ લેવા…
Read Moreભાવનગરનું દિવ્યાંગ દંપત્તિ બીજી વખત આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરનું દિવ્યાંગ દંપત્તિ બીજી વખત આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે. આ આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધા થાઈલેન્ડ ખાતે રમવાની છે ત્યારે ૨૨ ઓગસ્ટના તેઓ રમવા માટે રવાના થશે. ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩ થાઈલેન્ડ રમવા માટે અલ્પેશ સુતરીયા અને શ્રીમતિ સંગીતાબેન સુતરીયાની પસંદગી થયેલ છે જેઓ ૨૨ ઓગસ્ટના રોજ થાઈલેન્ડ પટાયા ટેબલ ટેનિસ રમવા માટે જઈ રહ્યા છે તેઓ આ વર્ષની બીજી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયેલ છે તેઓ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૩ માં ઇજિપ્તના ગીજા ખાતે સિલ્વર મેડલ મેળવી અને દેશનું નામ…
Read Moreભાવનગર, ગારીયાધાર, ઉમરાળા, મહુવા, શિહોર અને પાલિતાણાનો તાલુકા કક્ષાનો “મારી માટી મારો દેશ” કાર્યક્રમ યોજાયો
“મારી માટી મારો દેશ” હિન્દ ન્યુઝ, ભાવનગર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં તા. ૯ મી ઓગષ્ટથી ”મારી માટી- મારો દેશ, માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ અભિયાનની ઉજવણી સંદર્ભે વિવિધ પ્રવૃતિઓ થઈ રહી છે. જે અંતર્ગત ‘મારી માટી, મારો દેશ’ અનુસંધાને ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાના આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર તાલુકાનો કાર્યક્રમ ભાવનગર તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાંત અધિકારી, તાલુકા પ્રમુખ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન વૃક્ષારોપણ, બાળકોને પ્રોત્સાહન તેમજ તલાટી કમ મંત્રી દ્વારા…
Read Moreભાવનગર જિલ્લાનાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારાં અધિકારીઓ, કર્મચારીઓ, શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓનું મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા દ્વારા સન્માન કરાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર ૭૭માં સ્વાતંત્ર પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીની અંતર્ગત ભાવનગરનાં ગારીયાધારમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોએ સરાહનીય કામગીરી કરનારાં ભાવનગર જિલ્લાનાં અધિકારીઓ, કર્મચારીઓ, શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓનું મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા દ્વારા સન્માન કરાયું હતુ. જેમાં મોડેલ સ્કુલ માનવડ તા.પાલિતાણાને જિલ્લાની શ્રેષ્ઠ શાળા ૨૦૨૨-૨૩ તરીકેનો એવોર્ડ, મયુરસિંહ ગોહિલ (૧૦૮ પાઈલોટ), વનરાજ બારૈયા (૧૦૮ EMT), મેહુલ રાઠોડ (૧૦૮ કેપ્ટન), નિતેશ ધામેલીયા (આરોગ્ય સંજીવની ઇમરજન્સી કેર પેરામેડિક), અશોકકુમાર તાવિયાડ (આરોગ્ય સંજીવની લેબ ટેક્નિશિયન), મયુરસિંહ ગોહિલ (એનિમલ ઇમરજન્સી સેવા), રાજપાલસિંહ ચુડાસમા (આરોગ્ય સંજીવની એમ્બ્યુલન્સ), ડો.જે.પી.દેસાઇ (પશુ ચિકિત્સક), જી.ડી.ચૌહાણ (વનપાલ), કું. પાયલબેન બારૈયા (વનરક્ષક), કે.યુ.ખાંભલ (વનપાલ),…
Read Moreજસદણ ઘેલા સોમનાથ ખાતે શ્રાવણી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, જસદણ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે દર વખતની જેમ આ વર્ષે પણ લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જસદણ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, રાજકોટ જિલ્લા વહીવટી અધિકારી કલેકટર, ડીડીઓ તેમજ એસ.પી. સહિત રાજકીય મહાનુભવો પદ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેલ તે પ્રસંગે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના પ્રસાદી રૂપે ઘેલા સોમનાથ મંદિરના પ્રિન્ટ વાળા ઘમસા ઓઢાડી સન્માન કરવામાં આવેલ. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
Read Moreરાજકોટ મહાનગર પાલિકા દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી શ્રાવણ માસના સોમવાર તા.૨૧/૦૮/૨૦૨૩, તા.૨૮/૦૮/૨૦૨૩, તા.૦૪ ૦૯/૨૦૨૩, તા.૧૧/૦૯/૨૦૨૩ ના રોજ તથા તા.૦૭/૦૯ ૨૦૨૩ જન્માષ્ટમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી : આનંદ પટેલ (કમિશનર…
Read More