આજ રોજ નાગ પંચમી નિમિતે પ્રભાસ પાટણમાં દુધિયા નાગ દેવતા ઉત્સવની ધામધૂમથી ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ 

   સોમનાથ દાદાના સાનિધ્યમાં તન્ના દામાણી ગેસ્ટ હાઉસ ની બાજુમાં રોડ ઉપર ભોયરુ દુધિયા નાગદેવતાનો ભોંયરુ આવેલ છે અને ત્યાં પ્રાચીન નાગદેવતા બિરાજે છે. ત્યાં પ્રભાસ પાટણ નાના મોટા પરિવાર સમાજના અને ગ્રામજનો મોટા પ્રમાણમાં દૂધ ચડાવે છે, પૂજા – અર્ચના અને પ્રસાદ ચડાવે છે. આ નાગપાંચમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે.

જેમાં નાના મોટા કોડી વાળા માંથી સેવકો જોડાય છે. ભરેલા પોરમાં આવેલ તુગલ દાતા અને રામરાજ ચોકમાં મરેઠા બાપા નો ધ્વજા અને પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યાંથી નાગદેવતા ની પૂજા અર્ચના તેમજ ધ્વજાને પૂજા કરી અને ધ્વજ ચઢાવવામાં આવે છે. સાંજે છ કલાકે પૂજા પુર્ણ થયા બાદ નાગદાદા નો હવન કરવામાં આવે છે આ રીતે નાગ પંચમી ના રોજ પ્રભાસ પાટણના લોકો દુધિયા નાગ દેવતાના ઉત્સવ ધામધૂમથી ઉજવે છે. તેમજ પ્રથા અનુસાર કોળી સમાજના લોકોના લગ્ન બાદ આ નાગદેવતા ના દર્શન કરવા અચૂક આવે છે.

રિપોર્ટર : હરેશ વધવા, સોમનાથ

Related posts

Leave a Comment