હિન્દ ન્યુઝ, ભાવનગર
જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી આયોજન હોલ ખાતે મળી હતી.
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા રજૂ કરેલ પ્રશ્નોની જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
