હિન્દ ન્યુઝ, ભાવનગર સંભવિત બિપરજોય વાવાઝોડા સંદર્ભે ભાવનગર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર છે. આજે અહીંના તાલુકા કચેરીઓમાં તાલુકા કક્ષાની સમીક્ષા બેઠકો યોજાઇ હતી. જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીઓના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિવિધ પાસાંઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજનેન્ટ તેમજ રાહત અને બચાવકાર્ય સાથે સંકળાયેલા તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં અને તેમના દ્વારા કરવામાં આવેલા પ્રબંધ વિશે માહિતી આપી હતી.
Read MoreMonth: June 2023
સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૩-૦૬-૨૦૨૩ નાં રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન, પીપાવાવનાં કર્મચારીઓનાં ટ્રેનિંગનાં ભાગરૂપે ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ સજા થશે…
Read Moreમહિસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, મહિસાગર આગામી તારીખ ૨૧મી જૂન, ૨૦૨૩ના રોજ યોજાનાર આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટર એ જણાવ્યું હતું કે ૨૧ મી જુન નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર ગુજરાતમાં ખુબ જ ભવ્ય રીતે અને વિશાળ જનસમુહને સાથે રાખી થવાની છે. એવામાં મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાની આતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી સારી રીતે થાય તેવું આયોજન કરવા દરેક વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં ૨૧ જુને વધુમાં વધુ લોકો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં…
Read Moreબિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે આફત સમયે તકેદારી સાથે સાવધાની રાખવી ખૂબ જરૂરી
અગમચેતી એ જ સલામતી હિન્દ ન્યુઝ, બોટાદ હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બિપરજોય અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે બોટાદ જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક બન્યું છે. બિપરજોય વાવાઝોડાના તોળાઈ રહેલા સંભવિત સંકટને પગલે આફત સમયે તકેદારી સાથે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. વાવાઝોડા પહેલા રાખવાની તકેદારીઓ : આગાહી માટે રેડિયો, ટી.વી. પર સમાચારો સતત સાંભળતા રહેવા, તેમજ અફવા ફેલાવવી નહીં, ગભરાવું નહીં. ઘરના બારી- બારણાં અને છાપરાની મજબૂતી તપાસવી. ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ તૈયાર રાખવી,…
Read More“બિપરજોય” વાવાઝોડાની શક્યતાને ધ્યાને રાખી ભાવનગરના દરિયાકાંઠાના ચાર તાલુકાઓમાં બે દિવસ શિક્ષણકાર્ય બંધ રહેશે
હિન્દ ન્યુઝ, ભાવનગર અરબી સમુદ્રમાં આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાના કારણે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અસર થાય તેવી શક્યતા છે. આ શક્યતાને ધ્યાને લઇ પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને તા.૧૨/૦૬/૨૦૨૩ ના રોજ ભાવનગરમાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના વિદ્યાર્થીઓની સલામતોને ધ્યાને લઇ અપાયેલ સુચના મુજબ તા.૧૪-૦૬-૨૦૨૩ અને તા.૧૫-૦૬-૨૦૨૩ ના રોજ શિક્ષણ કાર્ય બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી. જેથી ભાવનગર જિલ્લાના દરીયાકાંઠાના તાલુકાઓ મહુવા, તળાજા,ભાવનગર ગ્રામ્ય, ધોધામાં આવેલી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૧૪/૦૬/૨૦૨૩ અને તા.૧૫/૦૬/૨૦૩ના રોજ શિક્ષણ કાર્ય બંધ રાખવા અંગે અધિક જિલ્લા…
Read Moreમહીસાગર જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં નસિકપુર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી
હિન્દ ન્યુઝ, મહીસાગર સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૩ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લા વિકાસ અધકારી ચંદ્રકાંત પટેલના વરદ હસ્તે નસિરપુર પ્રાથમિક શાળા ખાતેથી ઉજવણી કરવામાં આવી શાળાના બાળકોને કુમકુમ તિલક કરી ભેટ સોગાદો સાથે બાળકોને શાળામાં આવકાર્યા હતા. બાળકોના કલરવથી શાળા સંકુલ ગુંજી ઉઠ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધકારી ચંદ્રકાંત પટેલ એ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને આપણા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં પ્રારંભિક શિક્ષણને વેગ આપવા માટે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેનો મુખ્ય આશય…
Read Moreમહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા રોયણીયા પ્રાથમિક શાળા અને રાઠડાબેટ પ્રાથમિક શાળા ખાતેથી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો
હિન્દ ન્યુઝ, મહીસાગર કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો શુભારંભ થયો છે. આ શ્રેણીમાં મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા કડાણા તાલુકાના રોયણીયા પ્રાથમિક શાળા અને રાઠડાબેટ પ્રાથમિક શાળા ખાતેથી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના શુભારંભ પ્રસંગે કલેક્ટર ભાવિન પંડ્યાએ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, શાળા પ્રવશોત્સવ થકી નાના બાળકોને પ્રવેશ આપી તિલક કરી પુસ્તક આપી તેની જિંદગીને યાદગાર બનાવવાનો પ્રયાસ છે અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાજ્ય સરકાર લઈ રહી છે. વધુમાં કલેકટર જે બાળકોએ આજે પ્રવેશ મેળવ્યો…
Read Moreજીએસએચઈબી, જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલની ઉપસ્થિતિમાં કન્યાશાળા પ્રભાસ પાટણ ખાતે ઉજવાયો પ્રવેશોત્સવ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથની પ્રભાસ પાટણ કન્યાશાળા (સ્કૂલ ઓફ એક્સલન્સ) ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલની ઉપસ્થિતિમાં બાલવાટિકામાં ૨૫ ભૂલકાઓ અને ધોરણ-૧માં ૯ બાળકોએ ઉત્સાહથી પ્રવેશ મેળવી પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી. આ પ્રસંગે જોઈન્ટ ડિરેક્ટર એમ.કે.રાવલે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવમાં કર્મચારીઓથી લઈ અધિકારીઓ તમામ સહભાગી થયા છે. શાળા પ્રવેશોત્સવ ભૂલકાઓના જીવનમાં ઉજાસ પાથરનાર ઉત્સવ બની રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ શિક્ષણનું પ્રથમ પગથિયું છે. શરૂઆતથી જ બાળકોમાં પાયારૂપી…
Read Moreગીર સોમનાથના પાલડી ખાતે એડિશનલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર ડૉ.કુલદિપ આર્યા (IAS)ની ઉપસ્થિતિમાં યોજાયો પ્રવેશોત્સવ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથના પાલડીમાં એડિશનલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર ડૉ.કુલદિપ આર્યા (IAS)ની ઉપસ્થિતિમાં પાલડી પ્રાથમિક શાળા (સ્કૂલ ઓફ એક્સલન્સ) ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં બાલવાટિકામાં ૪ કુમાર અને ૯ કન્યા એમ કુલ ૧૩ બાળકોએ પ્રવેશ કર્યો હતો. શાળા પ્રવેશોત્સવની દીપ પ્રાગટ્યથી શરૂઆત થઈ હતી અને મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત કરાયું હતું. આ તકે પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંકે આવનાર શાળાના વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત તમામને સંબોધન કરતા ડૉ.કુલદિપ…
Read Moreગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ મોરાજ પ્રાથમિક શાળામાં ભૂલકાઓને કરાવ્યો શાળા પ્રવેશ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ વેરાવળ તાલુકાના મોરાજ ગામમાં બાલવાટિકામાં ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. કલેક્ટરની ઉપસ્થિતિમાં ૧૦ કુમાર અને ૧૨ કન્યા એમ કુલ ૨૨ બાળકોનો બાલવાટિકામાં ઉમંગપૂર્વક પ્રવેશ થયો હતો. શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના પ્રસંગે કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાએ સંબોધનમાં નેશનલ એજ્યુકેશન પોલિસીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વાલીઓ, શિક્ષકો, અધિકારીઓ અને કર્મચારીઓ સહિત તમામ ભાગીદાર બન્યાં…
Read More